________________
-એમ થવું જોઇએ. એટલું થાય અને એ માટે ક્રિયા થાય તો એ બહુ લેખે લાગે. પરિણામ વેષ માત્રથી અગર તો ક્રિયા માત્રથી આવે છે એવું નથી. ગૃહસ્થ વેષવાળાનેય સર્વવિરતિનો પરિણામ આવે એવું પણ બને અને સાધુવેષવાળાને સર્વવિરતિનો પરિણામ આવે નહિ એવું પણ બને. પણ, સર્વવિરતિના એ પરિણામને ટકાવવાને માટે સાધુપણાના વેષ વગેરેની જરૂર ખરી જ. ધર્મને વધુમાં વધુ પ્રમાણમાં પામવાની અને ધર્મને વધુમાં વધુ પ્રમાણમાં પાળવાની અનુકૂળતા સાધુવેષમાં છે, સાધુક્રિયામાં છે. ધર્મને પામવાની અનુકૂળતા જૈન કુળમાં પણ ઘણી; પણ એ જૈન કુળમાં જૈનપણાના આચાર-વિચાર ચાલુ ,હોય તો ! બાકી અહીં આવ્યો અને સાધુ બન્યો એટલે સ્વાધ્યાય વગેરે ચાલુ ને ચાલુ હોય. સદ્ગુરુનો યોગ પણ હોય. એને લીધે એ ગુણને ઝટ પામી શકે. જૈન કુળમાં આવેલો જીવ પણ સદ્ગુરુના યોગ આદિને ઝટ પામી શકે, પણ જૈન કુળને પામેલાઓ સદ્ગુરુ પાસે આવતા જ ન હોય તો ? વાત એ છે કે-સર્વવિરતિનો પરિણામ હોય કે ન હોય, દેશવિરતિનો પરિણામ હોય કે ન હોય, સમ્યક્ત્વનો પરિણામ હોય કે ન હોય, તો પણ એને પામવા માટે અને એને શુદ્ધ-નિર્મળ બનાવવા માટે પણ સર્વવિરતિની, દેશવિરતિની અને સમ્યક્ત્વની ક્રિયા અભ્યાસ રૂપે થાય; પણ જે કોઇ એ ક્રિયા કરે છે, તે એ ક્રિયા સર્વવિરતિના, દેશવિરતિના અગર તો સમ્યક્ત્વના પરિણામને પામવાને માટે અને પામ્યા હોય તો તેને નિર્મળ બનાવવાને માટે કરે છે કે નહિ ? એ વિચારવાનું છે. ધ્યેય સુધરે તો પરિણામ સુધરે
:
આ૫ણે જાતે જ આપણી ધર્મક્રિયાના ધ્યેયને તપાસવું જોઇએ. એ માટે સૌથી પહેલું આપણે જ આપણને પૂછવું અને તપાસવું કે- ‘લોકમાં સુખમય ગણાય એવા પણ સંસાર તરફ તારી આંખ કેવી છે ? રોજ જીવ ! તું પૂજા કરે છે, દાન-શીલ-તપ વગેરે કરે છે, તો તને ખરેખર ગમે છે શું ?' જે વસ્તુ ખરેખર ગમે, તેને મેળવવાને માટે પ્રયત્ન કરવાનું મન થાય. ગમે તેટલી ધર્મક્રિયા કરતા હો, પણ જે દિ’ સંસાર સુખમય હોય તો સારો લાગે, એમાં જીવનું ભલું લાગે, તે દિ' જીવનો બધો ઢાળ એ તરફ વળે; અને, જો સુખમય એવો પણ સંસાર ખરાબ લાગે, છોડવા જેવો છે એમ લાગે, તો જીવનો ઢાળ એ છોડવા તરફ વળે. જેને સુખમય એવા પણ સંસારમાં ખરેખર ાવટ જેવુ ન લાગે, તેનું ધ્યેય સુધરે. ધ્યેય સુધરે એટલે પરિણામ સુધર્યા વિના રહે નહિ. પણ, સંસારના સુખ ઉપર જ જો આંખ હોય, તો સુખ ન મળે અને દુ:ખ આવે તોય દુ:ખ થાય પણ ધ્યેય સુધરે નહિ. એ તો જે કોઇ એને સંસારનું સુખ પામવામાં સહાયક બનતો લાગે, એ વાતમાં ટેકો આપનાર જે કોઇ એને મળે, તેની પૂંઠે એ ચાલવા માંડે. સુખ મળે કે ન મળે પણ એની આશામાં ને આશામાં એ દુઃખેય વેઠ્યા કરે. આ રીતિએ દુઃખ વેઠનારો અને સંસારના સુખની આશાએ સુખને છોડનારો, ધર્મ કરે છે એમ કહેવાય ? સંસારના સુખની આશામાં રમતો જીવ ધર્મક્રિયા કરે એવું પણ બને. જા એને લાગી જાય કે- ‘ આનાથી મારે જે સુખ જોઇએ છે તે મને મળશે.' -તો એ એ પણ કરે. આ લોકમાં નહિ પણ પરલોકમાં આ સુખ ઘણું મળશે એમ લાગે, તો એ જીવ આ લોકમાં ઘણાં ઘણાં કષ્ટ વેઠીને પણ ધર્મક્રિયા કરે. પણ એ બધું કરતાં એના મનમાં શું હોય ? એની આંખ ક્યાં હોય ? સંસારના સુખ ઉપર ને ? પછી એની ઘણી પણ ધર્મક્રિયા એના પરિણામને સુધારનારી બને શી રીતિએ ? આજે કેટલાક ધર્મક્રિયા કરનારા એવા હોશિયાર થઇ ગયા છે કે-જો એમને પૂછીએ કે- ‘તમે આ બધું શા માટે કરો છો ?’ તો એ કહે કે- ‘મોક્ષ માટે.’ મોક્ષનું ધ્યેય છે એમ બોલે. એ વખતે તાગ
Page 50 of 197