________________
અમોધ-અચૂક હોય, એટલે ફ્લાવંચક હોય.
આમ આ બધાનું મૂળ સાચા ભાવાચાર્યરૂપ સદ્ગુરુ સત્પુરુષની નિર્મળ ભક્તિ છે. યોગીરાજ શ્રી આનંદધનજીએ ભાખ્યું છે કે
“નિર્મળ સાધુ ભગતિ લહી, સખી. યોગ અવંચક હોય સખી. કિરિયાવંચક તિમ સહી, સખી. ફ્લ અવંચક જોય. સખી.”
આવા પ્રકારે જ ઉપર કહેલા અવંચકત્રયની પ્રાપ્તિ હોય છે, એમ આપ્તપુરુષપ્રણીત સિદ્ધાંતમાં-આગમમાં દ્રઢપણે સ્થાપવામાં આવ્યું છે, એવો સિદ્ધાંત નિશ્ચિતપણે પ્રતિષ્ઠિત છે, એવી શાસ્ત્રમર્યાદા છે. એ સિદ્ધાંત નિશ્ચયરૂપ હોઇ, કોઇ કાળે નહિ. સાક્ષાત્ સત્પુરુષ સદ્ગુરુના યોગે જ જીવનો કલ્યાણમાર્ગ-મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય, એમ ત્રણે કાળમાં સ્થિતિ છે, એમ ત્રણે કાળમાં પરમાર્થ પામવાનો માર્ગ એક જ છે.
કારણ કે ‘ વિના નયનની વાત' -એટલે કે ચર્મચક્ષુને અગમ્ય ને જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુને ગમ્ય એવી જે વાત છે તે ‘વિના નયન' -સદ્ગુરુની દોરવણી વિના પ્રાપ્ત થાય નહિ; અને જો સદ્ગુરુના ચરણ સેવે, તો સાક્ષાત્ પ્રાપ્ત થાય. જો તરસ છીપાવવાની ઇચ્છા હોય, તો તે છીપાવવાની રીત પણ ગુરુગમ વિના કદિ પ્રાપ્ત થાય નહિ, -એમ અનાદિ સ્થિતિ છે. અને તેવા પ્રકારે પરમ જ્ઞાની સત્પુરુષોએ ભાખ્યું છે -
“બિના નયન પાવે નહિં, બિના નયન કી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્. બુઝી ચહત જો પ્યાસ કી, હૈ બુઝન કી રીત; પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.” “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન, હૃદયનયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.”
અને એવા ઉત્તમ સાચા સાધુપુરુષની, ભાવયોગીરૂપ સાચા સદ્ગુરુની સંગતિનો લાભ પણ ક્યારે મળે ? તેવો ઉત્તમ ‘ જોગ’ ક્યારે બને ? તેનું કારણ પણ અહીં કહ્યું કે-જ્યારે તેવા પ્રકારની ભાવમલની અલ્પતા થાય ત્યારે તેવો ‘જોગ' જીવને બાઅે. જ્યારે માંહીનો-અંદરનો મેલ (આત્મમલિનતા) ધોવાઇ જઇને ઓછો થાય, ત્યારે તેવું ઉત્તમ નિમિત્ત મળી આવે. આવા ‘પુણ્યપંડૂર’ જ્યારે પ્રકટે ત્યારે સત્પુરુષનો સમાગમયોગ થાય.
“એહવો સાહિબ સેવે તેહ હજૂર, જેહના પ્રગટે રે કીધાં પૂન્યપંડૂર”
“ચાહે ચકોર તે ચંદને, મધુકર માલતી ભોગી રે;
તિમ ભવિ સહજ ગુણે હોવે, ઉત્તમ નિમિત્ત સંયોગી રે.”
રત્નનો મલ જેમ જેમ દૂર થાય, તેમ તેમ તેની ક્રાંતિ-ચળકાટ ઝળહળી ઊઠે છે; તેમ આત્માનો ભાવમલ-અંદરનો મેલ જેમ જેમ ધોવાતો જાય છે, તેમ તેમ તેની ધર્મપ્રાપ્તિની યોગ્યતારૂપ કાંતિ ખીલતી જાય છે, આત્મપ્રકાશ ઝળકતો જાય છે. આ અંગે પ્રશમરસનિમગ્ન શ્રીમદ્ રાજચંદ્રજીનું નિર્મલ વચનામૃત છે કેઃ
“કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણો છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. તે તે કારણોને વિચારી મટાડવાં ઘટે છે, અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી.
Page 37 of 197