________________
દુઃખમાંય જીવતા આવડે છે આને નિર્ભયતા ગુણ કહેવાય છે.
અત્યાર સુધી સુખમાં લીન થઇને જીવતો હતો તેથી તે પદાર્થો ચાલ્યા જાય-આઘા પાછા થઇ જાય તો બેચેન બનીને તે પદાર્થોની ચિંતા કરી કરીને જીવતો હતો તે વિચારણાઓ નાશ પામી ગઇ. એવી જ રીતે પાપના ઉદયથી જ્યારે દુઃખ આવતું હતું તેમાં દીન બનીને તે દુ:ખોને દૂર કરવા પ્રયત્નો કરતો હતો. તેવી વિચારણાઓ વારંવાર કરતો હતો તે નાશ પામતાં દુઃખના કાળમાં આનંદ પેદા કરીને મેં પાપ કર્યા છે માટે દુઃખ આવે છે તો સમજણના કાળમાં દુઃખ આવે છ માટે જેટલું સારી રીતે વેઠીશ એટલા પાપો નાશ થાય છે. આવી વિચારણાઓ કરીને દીન વિચારોનો નાશ કરતો જાય
છે તેઓ મુક્તિના અદ્વેષી હોઇને, ‘ધર્મ, અર્થ અને કામ' -આ ત્રણ પુરૂષાર્થોમાં ધર્મને પ્રધાન માનનારા હોય છે. આ દશામાં તેઓ સામગ્રીની અનુકૂળતાના વશે, વિવેકાદિને પામીને સાચા સાધ્યને અને એ સાધ્યને સિદ્ધ કરનારાં સાધનોને પણ ઘણી જ સહેલાઇથી પામી જાય છે. મુક્તિ કોને વ્હેવાય ?
શ્રી જૈનશાસને સાધ્ય રૂપે રમાવેલ મુક્તિના સ્વરૂપનું વર્ણન સાંભળવાનો યોગ જો તેઓને પ્રાપ્ત થઇ જાય છે, તો તેઓને એ ખૂબજ આનન્દ ઉપજાવે છે અને ‘મુક્તિનું સ્વરૂપ જ વાસ્તવિક છે’ -એવી ભાવના પણ પ્રગટવી એ સુસંભવિત બને છે. મુક્તિ, એ ગુણાભાવ રૂપ છે, શૂન્યતા રૂપ છે, વૈકુંઠમાં મહાલવા રૂપ છે અગરતો પરમાત્મામાં લીન બની જવા આદિ રૂપ છે, એવું શ્રી જૈનશાસન માવતું જ નથી. શ્રી જૈનશાસન માવે છે કે-આત્મા પોતાના મૂળભૂત સ્વરૂપને સર્વથા આવરણરહિત બનાવી દે, જડ કર્મના સંયોગથી પોતાને સર્વથા રહિત બનાવી દે, એનું જ નામ મુક્તિ છે. આત્મા પોતાના સ્વરૂપમાં જ સદાને માટે સુસ્થિત બને, એ ત્યારે જ સંભવિત છે, કે જ્યારે આત્માની સાથે અનાદિકાલથી પ્રવાહ રૂપે સંલગ્ન બનેલ સઘળાંય કર્મોનો ક્ષય થાય. કર્મોના સમ્બન્ધથી જ આત્માનું સ્વરૂપ તિરોભૂત છે. અનન્તજ્ઞાન આદિ ગુણમયતા, એ જ આત્માનું સ્વરૂપ છે અને એ ગુણો જ્ઞાનાવરણીય આદિ કર્મોથી આવરિત હોઇને, આત્માનું સ્વરૂપ તિરોભૂત થયેલું હોય છે. આત્માના આ તિરોભૂત સ્વરૂપનો સંપૂર્ણ આવિર્ભાવ કરવા દ્વારા, નિજ સ્વરૂપમાં સદાને માટે સુસ્થિર બનવું, એનું જ નામ મુક્તિ છે !
વિચારજો આ કક્ષા પહેલા ગુણસ્થાનકે એટલે મિથ્યાત્વના ઉદયકાળમાં ગુણયુક્ત ગુણ સ્થાનકમાં હોય છે તો આપણે જે ધર્મની આરાધનાઓ કરી રહ્યા છીએ તેમાં આ કક્ષાના પરિણામમાં આપણે છીએ ? એ વિચારવાનું છે જો ન હોઇએ તો આ કક્ષા પેદા કરવા પ્રયત્ન કરવાનો અને આવી હોય તો તેને ટકાવી સ્થિર કરવા પ્રયત્ન કરી આગળ વધવાનો પુરૂષાર્થ કરવાનો છે એ ખાસ લક્ષ્યમાં રાખવાનું છે કારણકે આ કક્ષાએ આવ્યા સિવાય મોક્ષનો અભિલાષ કે મોક્ષની રૂચી વાસ્તવિક ગણાશે નહિ.
અનાદિ કાળથી જીવનો સ્વભાવ બીજાના સુખોને જોઇને ઇર્ષ્યા ભાવ કરવાનો હતો. પોતાના સુખ કરતાં બીજાની પાસે અધિક સુખ જૂએ એટલે અંતરમાં ઇર્ષ્યા ભાવથી અનેક પ્રકારના વિચારો ચાલતા હતા જેમકે અનેક પ્રકારના પાપો કરીને પૈસા કમાયો છે-અનેકને લૂંટીને પૈસા મેળવ્યા છે-અનેકના બીન હક્કના પૈસા પડાવી લીધા છે. ધંધામાં પણ અનેકના પૈસા દબાવી દીધા છે. ઇત્યાદિ વિચારણાઓ કરીને ઇર્ષ્યા ભાવના વિચારો અંતરમાં ચાલ્યા કરતા હતા એ હવે નિર્ભયતા
Page 17 of 197