________________
થાય છે એ જે માન્યતા હતી તે દૂર થાય છે અને વિચારે છે કે મારે હવે એવી રીતે જીવન જીવવું જોઇએ કે મારાથી કોઇપણ જીવ સુખ કે દુ:ખ ન પામો. કારણકે ભૌતિક સુખ એ પણ આત્માને માટે દુ:ખનું કારણ થાય છે. જો એમાં જીવતા ન આવડે તો તે સુખ પણ દુ:ખ રૂપ બને છે અને દુ:ખ તો દુ:ખરૂપ છે તો એ સુખ-દુ:ખ મારાથી કોઇ જીવને ન થાઓ એ ભાવના આ માધ્યસ્થ ભાવથી પેદા થાય છે. જેમ જેમ જીવ સાચા સુખની આંશિક અનુભૂતિમાં સ્થિર થતો જાય છે તેમ તેમ તેને ભૌતિક સુખ પ્રત્યે સહજ રીતે ગુસ્સો વધતો જાય છે અને દ્વેષ બુદ્ધિ પણ વધતી જાય છે આથી એ જીવોને-એ ભૌતિક સુખવાળા જીવોને અંતરમાં વિશેષ દયાનો પરિણામ પેદા થાય છે. દુ:ખી જીવો પ્રત્યે તો દયાનો પરિણામ છે જ પણ સુખી પ્રત્યે વિશેષ દયા હોય છે આથી એ સુખના પદાર્થો પ્રત્યે સહજ ગુસ્સો વધે છે. આથી વિચારે છે કે મારું જીવન હવે એવું હોવું જોઇએ કે એ જીવનથી જગતમાં રહેલા કોઇપણ જીવોને સુખ કે દુ:ખ ન થાઓ. વિચારો આ ભાવ આવવો કેટલો દુષ્કર લાગે છે ! પહેલા ગુણ સ્થાનક સમકીત પામવાના ક્રમમાં આવે ત્યારે કર્મોની કેટલી થોકની થોક નિર્જરા ચાલુ થઇ જાય અને અશુભ કર્મોનો બંધ કેટલો મંદ બની જાય તથા શુભકર્મોનો બંધ કેવો તીવ્ર થતો જાય ? આનાથી આત્મામાં મોહનીય કર્મનો એટલે મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ ભાવ થતો જાય છે એની સાથેન સાથે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ પણ વધતો જાય છે. આને જ જ્ઞાનીઓએ ગુણ પ્રાપ્તિ કહેલી છે. આ ગુણ પ્રાપ્તિ કરવા માટે આચાર્ય ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે- સૌથી પહેલા જીવો અતિચાર ભીરૂત્વ ગુણને પ્રાપ્ત કરે છે. એટલે પાપની ભીરૂતા-પાપનો ડર પાપ ન થઇ જાય તેની કાળજી રાખીને જીવન જીવે છે. એના પ્રતાપે રખેને મારાથી પાપ થઇ જશે તો આવી વિચારણા સતત ચાલુ રહે છે એ વિચારણાથી જીવને અનુબંધપણાનું પ્રધાનપણું ચાલુ રહે છે એટલે કે આ વિચારણાથી જીવને અત્યાર સુધી પાપનો અનુબંધ થતો હતો. તેની બદલીમાં પુણ્યનો અનુબંધ ચાલુ થાય છે અને એ પુણ્યના અનુબંધના કારણે જ્યારે જ્યારે જે જે પ્રવૃત્તિ કરતાં-વચનો બોલતાં-વિચારો કરતાં પાપ ન થઇ જાય એની સતત કાળજી રહ્યા કરે છે. આ રીતે પુણ્યના અનુબંધના પ્રધાનપણાથી સાધુ સહકારની પ્રાપ્તિ થાય છે. એટલે આત્મિક ગુણ તરફ આગળ વધારવામાં સહાયભૂત થનાર એવા સાધુ મહાત્માઓની પ્રાપ્તિ થાય છે. એ પ્રાપ્તિના કારણે એને એમનો સહવાસ ખૂબ ગમે છે. વારંવાર એમના સહવાસમાં એ જીવા રહ્યા કરે છે. જે અત્યાર સુધી જીવોને આવા મહાપુરૂષ તરીકે સાધુ મહાત્માના દર્શન થયા નહોતા કે જે મહાત્માઓને એમની પાસેથી કંઇ લેવાની અપેક્ષા નથી, કોઇ ચીજ માગતા નથી, અને આત્માના કલ્યાણનો માર્ગ બતાવ્યા કરે છે. મારા આત્માને કેમ ગુણોની પ્રાપ્તિ વધારે થયા કરે એનો માર્ગ બતાવ્યા કરે છે અને સાચી સમજણ આપીને એ માર્ગમાં મને આગળ વધારવામાં વારંવાર પ્રેરણા કર્યા કરે છે. આવા સાધુ ભગવંતોનો ભેટો-એમનો સહયોગ મારા માટે કેટલો ઉપકારક બને છે એમ વિચારણા કરી સાધુઓનું દર્શન સહવાસ વારંવાર કરવાનું મન થયા કરે છે. જેટલું એને અનુકૂળ પદાર્થોને જોવાનું-એમના સહવાસમાં રહેવાનું હવે આકર્ષણ-ખેંચાણ નથી થતું એના કરતાં વિશેષ ખેંચાણ સાધુના સહવાસમાં થાય છે. સાધુનો સહવાસ વધતો જાય છે તેમ તેમ રાગાદિ પરિણામની મંદતા પેદા થતી જાય છે. અસંખ્ય ગુણ કર્મોની નિર્જરા વધતી જાય છે. આ મંદતાના પ્રતાપે ગાંભીર્ય યોગ પ્રાપ્ત થતો જાય છે. એટલે જે ઉતાવળી વૃત્તિ હતી-ચંચળ વૃત્તિ રહેતી હતી તે નાશ પામતી જાય છે અને મન, વચન, કાયાના યોગના વ્યાપારની સ્થિરતા રૂપ ગાંભીર્ય પણું પ્રાપ્ત
Page 29 of 197