________________
આવતો હતો તો તે વખતે કરતો હતો તે પરિણામ હવે મંદ પડી જતાં તીવ્રભાવે પાપ કરવાનો પરિણામ નાશ પામે છે. તે નાશ પામતાની સાથે જ અત્યાર સુધી અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ તથા અનરાગ જે જોરમાં હતો તે મંદ પડતાં ભવ પ્રત્યેનો અનુરાગ રહેતો નથી. હવે એ રાગ આત્મિક સુખ પ્રત્યે વધતો જાય છે ભવનો અનુરાગ ઘટી જવાથી અત્યાર સુધી પોતાના જીવનમાં જે વ્યવહાર હતો, મારા-તારાના ભેદરૂપે સ્વાર્થી વ્યવહાર હતો તે નાશ પામતાં ઉચિત વ્યવહારનું પાલન શરૂ થાય છે. આવા પરિણામમાં રહેલા જીવોને શુધ્ધયથાપ્રવૃત્તકરણ વાળા જીવો કહેવાય છે. મોક્ષની રૂચિની શરૂઆત :
મોક્ષનો અભિલાષ અહીંથી શરૂ થાય છે. આ મોક્ષની રૂચિના પરિણામના કારણે સંસારના અનુકૂળ પદાર્થો પ્રત્યેનો જે રૂચિ ભાવ હતો તે નાશ પામતાં અરૂચિ ભાવ પેદા થયેલો હોય છે કારણકે સામાન્ય રીતે નિયમ હોય છે કે જે પદાર્થ પ્રત્યે રૂચિ હોય તેનાથી ચઢીયાતો પદાથી જાણવામાં આવે તો તેના પ્રત્યે રૂચિ ભાવ વધતાં તેના પ્રતિપક્ષી પદાર્થ પ્રત્યે અરૂચિ ભાવ પેદા થતો જ જાય છે માટે કહેવાય છે કે શ્રીમંતાઇ જેને ગમે તેને દરિદ્રતા ન જ ગમે. સુખે ગમતું હોય તેને દુ:ખ ગમતું જ નથી એમ દુનિયામાં કહેવાય છે તેની જેમ જેને મોક્ષની રૂચિ પેદા થાય તેને સંસારના અનુકૂળ પદાર્થો પ્રત્યે અરૂચિ ભાવ પેદા થાય જ. આ પરિણામથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે તે અત્યાર સુધી અનુકૂળ પદાર્થોને મેળવવા-ભોગવવા-સાચવવા-ટકાવવા અને તે પદાર્થો ન ચાલ્યા જાય તેની કાળજી રાખવામાં ઉપયોગી થતો હતો તે હવે તે પદાર્થો પ્રત્યે અરૂચિ ભાવ પેદા થતાં અને મોક્ષની રૂચિ પેદા થતાં તે જ્ઞાન મોક્ષની રૂચિની વિશેષ સ્થિરતા પેદા કરવામાં અને તે પેદા કરવા માટે જે જે જાણવા યોગ્ય હોય તે જાણીને તે જ્ઞાન આગળ વધવામાં કેવી રીતે ઉપયોગી બને તે રીતે સમજવામાં ઉપયોગી થાય છે એટલે કે જ્ઞાનની દિશા બદલાઇ ગઇ. આથી જ્ઞાન સમ્યકજ્ઞાન રૂપે ઉપયોગી થાય છે. આ રીતે જીવ જ્ઞાનનો ઉપયોગ કરતો થાય તેને પ્રવર્તક જ્ઞાન કહેવાય છે. આ પ્રવર્તક જ્ઞાનથી અંતિમ સાધ્ય જે મોક્ષ તેના લક્ષ્યનું અપેક્ષણ એટલે ઇચ્છા જોરમાં થાય છે એટલે અંતિમ સાધ્યનું લક્ષ્ય મજબુત બને છે. જેમ જેમ આ લક્ષ્ય મજબૂત બનતું જાય છે તેમ તેમ અત્યાર સુધી અનંતો કાળ જેનાથી દુ:ખની પ્રાપ્તિ થઇ તે સુખના પદાર્થોના રાગ પ્રત્યે ગુસ્સો વધતો જાય છે. જેમ જેમ મોક્ષનું સાધ્ય વધતું જાય અને તેની તીવ્ર ઇચ્છા થતી જાય છે તેમ તેમ રાગ-દ્વેષની ગ્રંથી પ્રત્યે ગુસ્સો વધતો જાય છે. આ રીતે મન-વચન અને કાયાના યોગની જે પ્રવૃત્તિ ચાલુ થાય છે તેને સમ્યફ પ્રવર્તન યોગ કહેવાય છે. આ રીતના યોગના વ્યાપારથી આહારસંજ્ઞા-ભયસંજ્ઞા-મેથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાઓ મંદ પડતી જાય છે. એટલે કે હવે આ જીવ સંજ્ઞાઓને આધીન થઇને સંસારની પ્રવૃત્તિ કરતાં નથી પણ સંજ્ઞાઓથી સાવધ થઇને (રહીને) પ્રવૃત્તિ કરે છે કે જેના કારણે મિથ્યાત્વની મંદતા વધતી જાય છે. તેથી સુખના રાગ પ્રત્યે અત્યંત ગુસ્સો વધે છે તેની સાથે સાથે હવે તે સુખના પદાર્થોથી નિર્ભય બનતો જાય છે એટલે કે તે પદાર્થો રહે તોય શું? અને ચાલી જાય તોય શું? હવે તેને તે પદાર્થો રહે તો તેમાંય જીવતા આવડે છે અને તે પદાર્થો ચાલી જાય તોય જીવતા આવડે છે. આથી સુખની લીનતા તૂટી જાય છે એટલે સુખમાં લીન બન્યા વગર જીવન જીવતા આવડે છે અને દુઃખના કાળમાં દીન બન્યા વગર કેવી રોતે જીવાય તે જીવન જીવવાની કલા પેદા થયેલી હોવાથી
Page 16 of 197