________________
પોતાની શક્તિ મુજબ સહાય કરવી અને એ સહાયથી એનું દુઃખ દૂર થાય એવો પ્રયત્ન કરવો એ આ દયામાં આવે છે. જીવના અંતરમાં જેમ જેમ રાગાદિની મંદતા થતી જાય છે, મિથ્યાત્વની મંદતા. થતી જાય છે, તેમ તેમ એને એવા જ વિચારો અંતરમાં પેદા થતાં જાય છે કે સંસારમાં રહેલા જીવો. સૌ સુખને ઇચ્છે છે. જેમ મને સુખ જોઇએ-મને સુખ પસંદ છે એમ જગતના જીવોને પણ સુખ પસંદ છે. મને જેમ દુ:ખ પસંદ નથી તેમ જગતના જીવોને પણ દુ:ખ પસંદ નથી માટે મારી શક્તિ મુજબ દુ:ખી જીવોને સુખી કરવા જોઇએ એ મારી જ છે. અને કર્તવ્ય છે. હું સુખી નહિ કરું તો કોણ કરશે ? આવી વિચારણા રાખી પોતાના જ માણસો હોય અને એની જે રીતે દયા કરે એ રીતે આ જીવોની પણ દયા કરતો જાય છે. આ દયાનો પરિણામ આચરણમાં જીવતો રાખે તો સમકીતની પ્ર કરાયા વગર રહેતો નથી. આ દયાના પરિણામમાં કોઇ સ્વાર્થ ન હોવો જોઇએ મારા તારાનો ભેદ પણ ન હોવો જોઇએ તો જ લાભ થાય. પુષ્યાનુબંધી પુણ્ય બંધાવે. આવી દયાથી પણ જીવને મિથ્યાત્વનો ક્ષયોપશમ ભાવ થઇ શકે છે. આ કરૂણા ભાવનાનું બીજું લક્ષણ કહેલું છે. (3) સંવેગ જન્ય કરૂણા :
સુખી પ્રાણીઓને જોઇને તેઓના સુખ ઉપર દયા આવે અને તેઓ કેવી રીતે એવા બાહ્ય સુખના ખોટા ખ્યાલથી બચી અપરિમિત આત્મીય સુખને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય એવી ઇચ્છા કરવી તે ત્રીજો ભેદ ગણાય છે.
મિથ્યાત્વની મંદતાથી જીવને પોતાને આંશિક જે સુખની અનુભૂતિ થયેલી છે એના કારણે જગતમાં જે જે અનુકૂળ પદાર્થોની સામગ્રીવાળા જીવોને જૂએ છે અને તેને વધારવામાં–સાચવવામાં-ટકાવવામાં અને એ પદાર્થો ન ચાલ્યા જાય એના માટે મહેનત કરતાં જૂએ છે એટલે અંતરમાં થાય છે કે જે પદાર્થો અહીં મુકીને જવાના છે કદાચ પુણ્ય પુરૂં થાય તો વહેલા ચાલ્યા જવાના છે અને જે પદાર્થો સુખની અનુભૂતિ કરાવે એવા નથી એવા પદાર્થોમાં સુખની બુધ્ધિ રાખીને આ બચારા જીવો અહીંયા ય દુઃખી થાય છે-દુઃખ ભોગવે છે અને ભવાંતરમાં પણ દુ:ખી થશે એટલે દુઃખ ભોગવવા ચાલ્યા જશે એમ અંતરમાં દયાનો પરિણામ પેદા થાય છે. આ દયાના કારણે વિચાર કરે છે કે આ જીવોને, મને જે સુખની અનુભૂતિ થયેલી છે એ સુખની અનુભૂતિ જો પેદા થઇ જાય તો આ જીવો સુખી થઇ જાય. આથી એના પરિચયમાં જે જે જીવો આવતા હોય તે જીવોને એ સુખ એટલે જે તમને વર્તમાનમાં મળેલ છે તે કેવા પ્રકારનું છે એ પોતાની શક્તિ મુજબ સમજાવે છે અને સાચુ સુખ કેવું છે કેવા પ્રકારનું હોય છે તેનું વર્ણન કરીને સાચા સુખને મેળવવા માટેની ઇચ્છા પેદા કરાવવા પ્રયત્ન કરતો જાય છે. વિચારો ! દુનિયાનું ભૌતિક સુખ તમને કેવા પ્રકારનું લાગે છે ? આ ભૌતિક સુખમાં સુખ માનીને જીવો છો તેમાં તમને તમારી દયા આવે છે ખરી ? જ્યાં સુધી ધર્મવૃત્તિ કરતાં કરતાં પણ ભૌતિક સુખના પદાર્થોમાં સુખની બુદ્ધિ છે એની દયા નહિ આવે ત્યાં સુધી સાચા સુખની ઇચ્છા થવાની નથી અને એ ઇચ્છા પેદા ન થાય ત્યાં સુધી એ સાચા સુખની આંશિક અનુભૂતિ પણ ક્યાંથી થાય ? માટે જ્ઞાનીઓ કહે છે કે આપણને આપણા આત્માની દયા આવે છે ખરી ? બીજા જીવોની દયા કરીએ છીએ તે કયા પ્રકારની કરીએ છીએ માત્ર રોગ વગેરે દૂર કરવાની-દુ:ખની સામગ્રી મળેલી છે તે નાશ થાય અને ભૌતિક સામગ્રીને પામે એટલી જ દયા બીજાની આવે છે કે એ આત્મા ભૌતિક સામગ્રીમાં જે સુખ માને છે તે માન્યતા દૂર કરીને સાચા
Page 25 of 197