Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 11
________________ કહેવાય છે. જ્યાં સુધી સંસાર છે વા જન્મે છે ત્યાં સુધી દેહ હોવાનો જ. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આપદાઓ પણ આવવાની જ. માટે ગમે તેવી આપદાઓ આવી પડે તો પણ ધીર પુરૂષો સમુદ્રની પેઠે પોતાની મર્યાદાને છોડતા નથી. આપદાઓ આવી પડે ત્યારે ધીર પુરૂષો વિચાર કરે છે કે-આ તો પૂર્વે કરેલાં દુષ્કૃત્યોનું ફળ ઉપસ્થિત થયું છે માટે તેને અવશ્ય સહન જ કરવું જોઇએ. જ્યારે માનવના મનમાં એવો ભાવ થાય. ત્યારે જ તેના પ્રાચીન કમનું ઉત્તમ નિર્જરણ થાય છે. એથી જ વિવેક પૂર્વક સહન કરવાની વૃત્તિને ઉત્તમ નિર્જરા કહેવામાં આવી છે. ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી પધાર્યા તેમાં રાજાએ પૂછયું કે મારા નાના દિકરાને કષ્ટ શા માટે પડ્યું ? ત્યારે ભગવાને કહ્યું કે તારા નાના દિકરાને જ દુ:ખ પડ્યું છે એમ નથી પરંતુ તારા મોટા પુત્ર સહિત તારી સ્ત્રીને પણ એ જ રીતે કષ્ટ આવેલું છે. રાજા વિસ્મય પામ્યો અને આવો અનર્થ કોણે કર્યો ? એમ ભગવાનને પૂછયું-એટલે ભગવાને પણ એવો અનર્થ કરનાર કાલ નામના યક્ષને તત્કાળ ત્યાં જ સાક્ષાત દેખાડી દીધો. એ ત્યાં ભગવાનને વંદન કરવા આવેલો હતો. પછી રાજાએ પુછયું એની સાથે મારે વિરોધ થવાનું કારણ શું ? ભગવાન બોલ્યા-સાંભળ. આજથી સાતમા ભવમાં વિજયપુર નગરમાં વિજય ગૃહપતિને પાંચ પુત્ર હતા. તેમાં હે રાજનું ! તું બધાથી મોટો હતો અને આ યક્ષનો જીવ સૌથી નાનો હતો. ચાર ભાઇઓને આ સૌથી નાનો મણો હતો તેથી તેની સાથે રોજ કજીયા થતાં તેમાં તેને વૈરાગ્ય થયો અને મનમાં થયું કે હું કહ્યાગરો છે. ઉચિત બોલનારો છે. અને શાંત વૃત્તિવાળો છે છતાંય અત્યંત ખેદની વાત છે કે મને જોઇને મારા સગા ભાઇનઓને પણ ઉગ થાય છે એવો હું પાપી છું. એકવાર રાતના ઘરમાંથી નીકળી ક્ષેમકર નામના મુનિ પાસે દીક્ષા લીધી અને અભ્યાસ કરી તપ કરતાં શરીર કૃશ કરી નાંખ્યું અને એકવાર તે નગરીમાં આવ્યા. અનશન લઇને સાવથી પૂરીમાં રહ્યા. પેલા ચાર ભાઇઓ કાર્ય પ્રસંગે ત્યાં આવ્યા. અનશન લીધેલ મહાત્માને જોયા અને જોઇને કહ્યું કે આ તો ઘરનાં કામકાજથી કંટાળીને ભાગી જઇ સાધુ થયેલો છે. આ રીતે મશ્કરી કરી ભારે અપમાન કરવા જેવું કર્યું. આ વચન સાંભળી સાધુને ગુસ્સો આવતાં મારા વ્રત નિયમનું ફળ હોય તો આ ચારેયને જનમોજનમ મારનારો થાઉં એમ નિયાણું કર્યું. ગુરૂજનો એ તેમ કરતાં વાય છતાં તેણે કોઇનું માન્યું નહીં. ત્યાંથી કાળ કરીને આ કાલ નામનો યક્ષ થયેલો છે. આ યક્ષે તમને જોયા એટલે ચારે ભાઇઆ ઉપર ભયાનક વિજળી પાડીને એકદમ મારી નાંખ્યા. (૨) પછી ચારે ભાઇઓ કાવેરીપુરીમાં વાણિયાને ત્યાં ચારે પુત્ર તરીકે જન્મ્યા ત્યાં આ યક્ષે તરવારથી ચારેને મારી નાંખ્યા. (3) ફ્રી પાછા તમે ચારે કાકંદી નગરીમાં મનુષ્ય રૂપે અવતરેલાં ત્યાં આ યક્ષે તમારો હડિયો દાબીને તમને મારી નાખ્યા. (૪) વળી તમે ચારે જણા રાજગૃહમાં મનુષ્ય રૂપે અવતર્યા ત્યાં આ યક્ષે ઉપાડી લવણ સમુદ્રમાં ક્કી દીધા અને મારી નાંખ્યા. (૫) ી પાછા ઉજૈની નગરીમાં કોઇ બ્રાહ્મણને ઘરે તેના પુત્ર તરીકે જન્મ્યા ત્યાં આ યક્ષે Page 11 of 197

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 197