Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 9
________________ આ ચારેય દિકરાઓ તને પોતાને, બીજાઓને અને પોતાની જાતને દુ:ખ દેનારા છે. એ દુષ્ટ કષાયોની વિરૂધ્ધ અનુષ્ઠાન કરવાથી એમના પંજામાંથી છૂટકારો મેળવી શકાય. તે અનુષ્ઠાનો આ પ્રમાણે છે. જ્યારે જ્યારે મનમાં ક્રોધનો લેશ પણ સંચાર થાય ત્યારે ત્યારે એવો વિચાર કરવો જોઇએ કે આ ક્રોધ મહાપાપરૂપ છે. આખા શરીરને સળગાવી નાખે એવો છે અને દુશ્મનાવટોનો ભાઇ છે અર્થાત વૈરને વધારનારો છે. આ પોતાને અને બીજાને (બીજાં બધાને) ઉદ્વેગ કરાવે એવો છે, સુગતિ નગરીનાં બારણાં બંધ કરવાને ભોગળ સમાન છે. જે લોકોએ આવા ક્રોધને દૂરથી જ તજી દીધો છે તે લોકો ધન્ય છે અને પુણ્યવંત છે. મનમાં અહંકારનો ભાવ લેશ પણ ઉભો થાય ત્યારે અહંકારની ભયંકરતાનો વિચાર કરવો જોઇએ. અહંકારની વૃત્તિને લીધે આઘાત પામેલા અક્કડ બનેલા લોકો પોતાના ગુરૂને પણ નમતા નથી અને પૂજતા પણ નથી. અહંકાર શ્રુતજ્ઞાનનો અને સદાચારનો ધ્વંસક છે. ત્રિવર્ગની સંપત્તિ ન પામવા દેવા સારૂ કેતુ ગ્રહ જેવો છે. દુર્મતિ અને કજીયાનો એ મોટો ખીલો છે. હાય ! હાય ! એવો અહંકાર મહા મુશીબતે તજી શકાય એવો છે. માયા મહાદુષ્ટ છે, લોકોના વિશ્વાસનો નાશ કરનારી છે અને હલકા પણું પેદા કરનારી છે. માયાને-કપટમય આચારને ડાહ્યા માણસો વખોડે છે. નીચ લોકો જ માયામાં પડ્યા રહે છે. લોભાવિષ્ટ લોકોને ડગલે ને પગલે અનર્થો થયા કરે છે, ધન વગેરેનો લાભ થતાં પણ સંતોષા થતો નથી. અને ચોરી-રાજદંડ-આગ વગેરેનો ભય તો ઉભો જ છે. વળી ધન કમાવવામાં- તેને સાચવવામાં અને તેને વધારવામાં શરીરને ભારે સંતાપ થાય છે તેને ભોગવવામાં પણ દુઃખ જ છે જેઓ ધનથી વિરામ પામેલા છે તેમને પરમ સુખ છે. જ્યાં સુધી ક્રોધાદિમાં મન મલિન થતું નથી ત્યાં સુધી જ બધા ગુણો બરાબર રહે છે ત્યાં સુધી જ મતિ કામ કરે છે અને જગતમાં યશ વધે છે અને ત્યાં સુધી જ લોકો દેવ અને ગુરૂની પેઠે પૂજે છે. (૬) દક્ષત્વ ગુણ : જે દક્ષ પુરૂષો હોય છે તેઓ જ શિખામણોને યોગ્ય હોય છે. ગુણોનું ભાજન હોય છે અને મોક્ષ પણ તેઓ જ મેળવી શકે છે. ગમે તે કામ કરવામાં-શિલ્પ રચવામાં તેમજ વેપાર વણજ વગેરેની પ્રવૃત્તિઓમાં અને દેશકાળ પ્રમાણે ચાલતી તમામ પ્રવૃત્તિઓમાં જે વગર વિલંબે પ્રવૃત્તિ કરે અને પોતાનું કાર્ય સાધે તે દક્ષ. અથવા જે અનેક ક્રિયાઓ કરી કરીને સિધ્ધ હસ્ત બનેલો છે તેને દક્ષ સમજવો. અથવા મૂખનો ઇંગિત આકાર-અમુક પ્રકારનાં શારીરીક સંકેતો વા અમુક પ્રકારના નિશાનો વગેરે વડે બીજાના ચિત્તના ભાવને જાણી શકે તેને પણ દક્ષ કહેવામાં આવે છે. જે પુરૂષ શાસ્ત્રનો પરમાર્થ સમજવામાં અનિપુણ હોય, ઓછા જ્ઞાનવાળો હોય અને હીણી પ્રકૃતિ વાળો પણ હોય છતાંય જો તે દક્ષતાના ગુણથી પરિપૂર્ણ હોય તો તે પૂજનીય થાય છે. સંસારિક કાર્યોને પાર પામવામાં ચતુરાઇની જરૂર રહે છે તેમ ધાર્મિક કાર્યોને સાધવામાં પણ સવિશેષ ચતુરાઇની જરૂર રહે છે. એમ જ્ઞાની પુરૂષો કહે છે અને એવી ચતુરાઇ નિર્વાણની પણ જનક Page 9 of 197

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 197