Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 6
________________ થઇ શકતું નથી તો પછી વગર વિચાર્યું કરેલો ધર્મ શી રીતે સિદ્ધ થાય ? તને લક્ષ્મી આપો, ચંદ્ર તને સૌમ્યભાવ આપો, મંગળ કલ્યાણ આપો, બુધ સોધ અને બૃહસ્પતિ બુદ્ધિ આપો અને શુક્ર તારા સૌભાગ્યની વૃદ્ધિ કરો, શનિ-કેતુ અને રાહુ એ ત્રણે ગ્રહો તારા શત્રુઓને સ્થાયી વિપત્તિ આપો. એ રીતે બધા ગ્રહો તારા ઉપર નિરંતર કૃપાવાળા થાઓ. જે માણસ કૃત્ય અને અકૃત્યના સ્વરૂપનો વિચાર કરી શકતો નથી તેમ જ ભાવિભાવને પણ ધ્યાનમાં રાખી શકતો નથી તે આવેગને લીધે નિર્મળ ધર્મક્રિયાઓમાં પણ પ્રવૃત્ત થાય તો અનેક પ્રકારની આક્તોમાં આવી પડે છે અને અપજશનો ભાગી બને છે. (૪) ઉપાય-ઉપાયનો વિચાર #વા વિશે : પુરૂષ વિચાર શક્તિવાળો હોય છતાં ય સારી રીતે ઉપાયને શોધી શકે એવો હોય તો જ ધર્મમાર્ગને સારી રીતે આરાધી શકે છે. કોઇપણ સાધ્ય વસ્તુ માટે પ્રવૃત્તિ કર્યા પછી તેમાં કોઇ રીતે વિપ્નો આવવાનો સંભવ હોય તો એ વિઘ્નોનો નાશ કરી શકે એવી જે પ્રવૃત્તિ શોધવી તેનું નામ ઉપાય કહેવાય. ખાસ કરીને ધર્મની સાધના માટે ઉપાયો વિચારવાની જરૂર છે. કારણ કે એ કામ વિશેષ ગુણ કરનારૂં છે. છાયા તરૂ, શ્રીફળ, ફલિનીનો કંદ, અને કંદોરૂ એ બધાનો ઉકાળો પીવામાં આવે તો ગમે તેવી વાઇ આવતી હોય તો પણ મટી જાય છે. અતિ હસવું, અતિ હરખવું, અતિ રૂઠવું, અસમ્મત સ્થાનમાં રહેવું અને અતિ છાકટા વેશ પહેરવાં એ પાંચે વાનાં મોટા માણસને પણ નાનો કરી નાંખે છે. આપકાળે ઉપાયને શોધી કાઢનારો જેમ આ લોકના કાર્યોને સાધી શકે છે તેમ પરલોકના કાર્યોને પણ સુખેથી સાધી શકે છે. માટે એવા ઉપાય શોધકને સવિશેષપણે શાસ્ત્રમાં ધર્મનો અધિકારી કહી બતાવેલ છે. પાપી માણસો પાપ કર્મ કરવા માટે જન્માંધની પેઠે એક પણ ઉપાયને ક્યાંય જોઇ શકતા જ નથી. સંસારના પ્રપંચમય કાર્યો ભારે દુઃખથી ભરેલાં છે માટે તેને સારું ઉપાય શોધવો એ વિળા પ્રયાસ કરવા જેવું છે ત્યારે પાપને દૂર કરનારા, સુખને આપનારા, યશના ભંડાર જેવા સમ્યમ્ ધર્મનાં વિધાન માટે યત્ન કરવો, ઉપાય શોધવો એ જ સત્પરૂષોનો યત્ન ળવાન છે. (૫) ઉપશાંત ગુણ જે પુરૂષ પૂર્વે કહેલાં બધા ગુણોથી યુક્ત હોવા ઉપરાંત ઉપશાંત ગુણથી યુક્ત હોય તે જ ધર્મનો નિભાવ કરી શકે છે. ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાયો છે. એ કષાયો વિવિધ પ્રકારનાં અવર્ણવાદોને પેદા કરે છે તથા સદ્ધર્મના ઉધમને ડહોળી નાંખે છે. તે કષાયોનાં ઉભરાને જ રોકી રાખવાથી અથવા તેનો ઉભરો આવી જતાં પણ તેને નિષ્ફળ કરી નાંખવાથી જેમનાં એ કષાયો શાંત થઇ જાય તેને અહીં ઉપશાંત કહેવામાં આવેલ છે. Page 6 of 197.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 197