Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04 Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 4
________________ દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે આપણને પેદા થાય છે એવી અનુભૂતિ છે ? આજ ખરેખર વિચારવાનું છે. સગુરૂના યોગથી આવા જીવોને ગાંભીર્ય યોગ પ્રાપ્ત થાય છે એટલે કે હવે તેના મન વચન અને કાયાનો વ્યાપાર ઉતાવળપૂર્વકનો ચંચળપ્રવૃત્તિવાળો કે ઉછાંછરા રૂપે હોતો નથી પણ ગંભીરતા પૂર્વકનો હોય છે કે જેથી તેને વિશ્વાસ પેદા થાય છે કે હવે હું જે પ્રવૃતિ કરું છું તેનાથી કાંઇક મેળવી રહ્યો છું અર્થાત પ્રાપ્ત કરી રહ્યો છું. આવો આંશિક વિશ્વાસ પેદા થતો જાય છે તે ગાંભીર્ય યોગ રૂપે ગણાય છે અર્થાત્ શ્રધ્ધાનું બીજ વિકાસ પામતાં આંતર ફુરણા પેદા થતી જાય છે. વિચારજો હજી સમ્યક્ત્વ આવ્યું નથી. સમ્યક્ત્વની ભૂમિકા રૂપે અપુનર્ભધક અવસ્થાના પરિણામને પામ્યો નથી પણ પામવાના નજીકના કાળમાં રહેલો છે. જો આવા મિથ્યાત્વની મંદતાના કાળમાં જીવની દશા આવી હોય તો અપુનબંધક-ગ્રંથીભેદ-સમ્યકત્વ પામેલા જીવની મનોદશા કેટલી. ઉંચા પ્રકારની હોય તે જ ખાસ વિચારવાનું છે. એ ગાંભીર્ય યોગથી જીવ પ્રકૃતિની અભિમુખ બને છે એટલેકે પ્રકૃતિ એટલે સ્વભાવ. પોતાના આત્માના સ્વભાવ દશાની અભિમુખ બનીને સ્થિરતા પામતો જાય છે. આ પ્રકૃતિની અભિમુખતાથી અનુકૂળ પદાર્થો અને તેનું સુખ તુચ્છરૂપે લાગતું જાય છે. આથી બહિરાત્મભાવ દૂર થતો જાય છે. અંતર આત્મપણાના સુખની આંશિક અનુભૂતિ થતી જાય છે. આથી અનુકૂળ પદાર્થો દુશ્મન રૂપે વિશેષ રૂપે લાગતા જાય છે. આવા પરિણામથી જીવ સારી રીતે સાવધ રહીને જીવન જીવે છે. ગુણોની પ્રાપ્તિનો ક્રમ (૧)સામર્થ્યઃ માનવામાં મધ્યસ્થ વૃત્તિવાળી બુદ્ધિ હોય છતાં સામર્થ્ય, ગમે તેવા ભય અને લાલચમાં પણ એક નિશ્ચયમાં ટકી રહેવાની શક્તિ ન હોય તો તે ધર્મનું અનુષ્ઠાન કરી શકતો નથી. ધર્મના સ્વરૂપને નહિ સમજનારા માતા પિતા અને સ્વજન વગેરેના ભયને લીધે જે માનવ ધર્મ કરતાં ડરે નહિ તે અર્થમાં અહીં સમર્થ શબ્દને સમજવાનો છે. અથવા તત્કાલ પૂજા ન કરવાથી પ્રતિકૂળ પણે વર્તનારા-કષ્ટ આપનારા એવા કુલ પરંપરાથી પૂર્વે પૂજેલા દેવોથી જે ન ડરે તેને અહીં સમર્થ સમજવાનો છે. આવા આવતાં વિદ્ગોને દૂર કરવાની શક્તિ જેનામાં હોય એવા જીવો ધર્મ પામી શકે છે. ધર્મમાં અને ધર્મપૂર્વકના અર્થમાં જણે પોતાનું ચિત્ત પરોવ્યું છે એવો મનુષ્ય વિપ્ન આવવા છતાંય પોતાના સામર્થ્યને ન છોડે તે અનેક શુભ ગુણોનું ભાજન બને છે એટલેકે એવા જીવો સારી રીતે શુભ ગુણોને પેદા કરી શકે છે. અજ્ઞાન અને મોહને લીધે વ્યામોહ પામેલા જીવો પાપના મળને વ્યર્થ પેદા કરે છે. વળી કૃત્ય-અકૃત્યનો વિભાગ કરી શકતા નથી અને આંધળાની પેઠે ભવના કૂવામાં પડે છે. ભવના કૂવામાં પડ્યા પછી એ જીવોને ઇષ્ટનો વિયોગ થાય છે અને અનિષ્ટોનો સંયોગ થાય છે અને તેથી તેમના સર્વ અંગોમાં સંતાપ પેદા થયા કરે છે. હંમેશા આ સંતાપને દૂર કરવા માટે સર્વ પ્રકારે કુશળ (સારા) કર્મો તરફ વળવું જોઇએ એવા કુશળ કમોંમાં જ અભિરૂચિ કરવી જોઇએ. એ કુશળ કમમાં સૌથી પહેલા ગુરૂની વાણીને સાંભળવા તરફ આ મનને જોડવું જોઇએ. જ્યારે મન એ વાણીને સાંભળવા તરફ ખૂબ આરૂઢ થાય ત્યારે જ તેને દીવા સમાન શ્રત શાસ્ત્રનો લાભ સુખે સુખે (સારી રીતે) મળી શકે છે. શાસ્ત્રોના ભાવોને સાંભળવાની વૃત્તિજ બધા કુશળોનું Page 4 of 197.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 197