Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04 Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 2
________________ ટાઇમ સાંભળવા માટે નિયત કરતો જાય છે. આ રીતે રોજ વાણી સાંભળીને જ્યારે ટાઇમ મલે ત્યારે ઘરે કે ઓફીસમાં બેસીને જે યાદ રહ્યું હોય તે વારંવાર યાદ કરીને તે વાતોને સ્થિર કરતો જાય છે. આ પ્રયત્નથી અત્યાર સુધી અનુકૂળ પદાર્થોને મેળવવા આદિનો પ્રયત્ન-તે માટેના વિચારો હતા. તેમાં કાપ મૂકાતો જાય છે અને સાંભળેલા યાદ રહેલા શબ્દો વારંવાર યાદ કરવાનો અભ્યાસ વધતાં તેટલા અંશે અનુકૂળ પદાર્થોના રાગાદિના વિચારો આવતાં બંધ થાય છે. આ રીતે રોજની પ્રવૃત્તિ જે ગોઠવાય છે તેમાં એક પ્રકારનો આનંદ વધતો જાય છે અને વારંવાર તે વાણીના શબ્દો સાંભળવાની ઇચ્છાઓ વધતી જાય છે. તેના પ્રતાપે પોતાના જીવનમાં જે જે દોષો હતા તે ઓળખાતા જાય છે ઓળખીને દૂર કરવા પ્રયત્ન કરતો જાય છે. આ બધું લઘુકર્મી ભવ્યાત્માજીવો ગુણહીના ગુણસ્થાનકમાં રહીને કરતાં હોય છે. હજી મોક્ષની રૂચિ પેદા થયેલી નથી પણ આર્યદેશ-જાતિકુળા વગેરેના પ્રતાપે આ સત્સંગના યોગનો આનંદ વધતાં તે આનંદમાં મજા આવે છે તેવો આનંદ અનુકૂળ પદાર્થોમાં હવે આવતો ઓછો થાય છે એટલેકે બંધ થાય છે આ સત્સંગના પ્રતાપે જીવની મનોદશા કેવા ગુણોથી કેળવાતી જાય તે જણાવે છે.(૧) અકૃત્યોથી પરાશમુખ બનતો જાય છે. (૨) દોષોની શોધથી વિમુખ થતો જાય છે અને (3) ગુણોને ગ્રહણ કરવામાં તત્પરતા વાળો બનતો જાય છે. ધર્મ શાસ્ત્રોના શ્રવણથી વિશિષ્ટ આચારોનું પરિપાલન કરવામાં પરાયણ થતો જાય છે. હેય અને ઉપાદેય પદાર્થોના સ્વરૂપને જાણનારો બનતો જાય છે. ગંભીરતા આદિ ગુણ ગણના આવાસવાળો બનતો જાય છે. સ્વભાવથી સરલ-સ્વભાવથી વિનીત-સ્વભાવથી પ્રિયંવદ અને સ્વભાવથી પરોપકારમાં તત્પર બનતો જાય છે આવા સ્વભાવના પ્રતાપે બીજાને પીડા કરવામાં પરાડમુખ થતો જાય છે, ગુણ ગણના ઉપાર્જનમાં તૃષ્ણાવાળો બને છે અને બીજાના છીદ્રો જોવામાં ચક્ષુ વિનાનો થતો જાય છે. અનાદિકાળથી જીવોનો સ્વભાવ બીજાના હોદ્રો જોવા અને પોતાના ગુણોની પ્રશંસા કરવી આ જે દોષ હતો તેના બદલે બીજાના નાના ગુણોને જોઇને મોટા કરી કરીને પ્રશંસા કરતો જાય અને પોતાના નાના દોષોને મોટા કરી કરીને દૂર કરવાનો પ્રયત્ન કરતો જાય છે આથી બીજાના દોષોને જોવામાં ચક્ષ વિનાનો બને છે એમ કહેવાય છે. આવા જીવો ગુરૂજનની એટલે વડીલોની કઇ શિક્ષાને પામે છે ? તેનાથી તે જીવો કેવા બને છે એ જણાવે છે કે અતિશય વૃદ્ધિને પમાડેલી એવી પણ ધનત્રધ્ધિ-દર્વિનય રૂપ પવનથી પ્રતિહત (એટલે હણાઇ) થઇ થકી દીપકની શિખાની માફ્ટ એકદમ જ નાશને પામે છે. હિમ અને મોતીના હારના જેવો ધોળો એવો પણ ગુણોનો શેષ સમુદાય જેમ નેત્ર વિનાનું મુખ શોભતું નથી તેમ વિનય વિના શોભતો નથી. અત્યંત પ્રિય પરોપકારી અને ભુવનમાં પ્રસિધ્ધ એવો પણ મનુષ્ય જે વિનયથી રહિત હોય તો તે મોટા ભુજંગની જેમ તજી દેવાય છે. આ પ્રકારના દુર્વિનયપણાના દોષ સમૂહને બુધ્ધિપૂર્વક જાણીને સમસ્ત કલ્યાણના કુલ ભુવન રૂપ વિનયમાં રમ. વિનય સકલ કલ્યાણનું કુલ ભુવન શાથી છે ? તે કહે છે. વિનયથી ગુણો થાય છે. ગુણોથી લોક અનુરાગને ધરનાર થાય છે અને સકલ લોક જેના પ્રત્યે અનુરાગવાળો હોય છે તેને સઘળી હદ્ધિઓ થાય છે. બાદ્ધિઓથી સહિત એવો પુરૂષ ગજવરની માફ્ટ નિરંતર દાનના વર્ષણ દ્વારા માગણ ગણ અને પ્રેમીઓ ઉપર લીલાપૂર્વક ઉપકારને કરે છે. આ રીતે ઉપકાર કરવાથી આ ચંદ્ર કાલિકી કીર્તિ પ્રાપ્ત થાય છે. સ્થિર એવી એ કીર્તિ યુગનો વિગમ થાય તો પણ વિનાશને પામતી નથી અને બાકીનું બીજું તો ઉત્પત્તિ Page 2 of 197.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 197