Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 19
________________ - ૧૪ બ્રહ્મચર્યાશ્રમ મોટાભાઈ Now listen ! see ? એ બધા બ્રહ્મચારીમાંથી એકે સદાકાળ જીવતે રહ્યો નથી. માધુભાઈ ભુલ્યા મીસ્તર મેટાભાઈ ! એ જીવતા નથી કારણ કે એ કઈ બ્રહ્મચારી હતા જ નહીં. ( વિજયથી) બ્રહ્મચારી મરે જ નહીં. એટલે એને વંશવૃદ્ધિની જરૂર નહીં. માધુને ક્યાં જરુર છે ? એ તે આનંદમાં બેઠે છે–પોતે જ પિતા ને પોતે જ પુત્ર. એને શું જોઈએ? અથર્વવેદમાં પણ કહ્યું છે. આ શરીરરૂપી ચમસ છે; એમાંથી દે અમૃતપાન કરે છે; એમાંથી અમૃત પીને દેવ હર્ષ પામે છે. માધુભાઈ બધાં હતાં સ્વપ્નાં–સ્વપ્નાં–સ્વપ્નાં–આ માધુએ સિદ્ધ કર્યા ત્યાં સુધી. વૈજ્ઞાનિક ધોરણ પર આ માધુએજ બધું પહેલી વાર મુક્યું છે. એનું શિક્ષણ લે એની મેળે બધું– મોટાભાઈ Impossible, Noir, Doctor, talk like a sensible inan. I know, you are an eminent doctor. (અશકય ! ડાકટર, સમજણવાળા માણસ માફક બોલો. હું જાણું છું કે તમે પ્રખ્યાત ડાકટર છે.) પણ આ વાત તે Stupid (ખઈ ભરી) છે. Look at me. (મારી તરફ જુઓ.) હું ઈસરેય જોડે બેઠો છું. શું ? હું-mind you. (યાદ રાખો.) બીજાની વાત જુદી છે. રાષ્ટ્રપ્રશ્નોનું નિરાકારણ મેં આપ્યું છે. કાલે હીંદને સ્વાતંત્ર્ય મળશે તે તે કેને લીધે? મારા જેવાને લીધે, અને છતાં? શું હું બ્રહ્મચારી કરી રહ્યો નથી. અને રહેવાને નથી. શા માટે મારે રહેવું જોઈએ? | મુરલીધર અહીંયા છુટકો નથી, મેટાભાઈ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96