________________
બ્રહ્મચર્યાશ્રમ
ગંગાદાસ પંડિત ! શરમ છે આપણને !
મુરલીધર કેમ ભાઈ ?
ગંગાદાસ આ આપણે બધા જાડા પાડા જેવા બેઠા છીએ ને પેલી બીચારી છોકરી પાસે બધું કામ કરાવીએ છીએ.
નત્તમ (ચાપડીમાંથી મોટું કાઢીને) જઇને એનું બેડું કેમ ભરી આપતા નથી?
ગંગાદાસ (કચવાઇને) કેવા કેળવાએલા ભેગા થયા છે? હમણાં કોઈ મડમ જતી હતી તે ઝપ દઈને વનિતાવાત્સલ્ય બતાવવા દેડત, આ તે આપણું સ્વદેશની. ઘરકી મુરઘી દાલ બરાબર. (ભગવાનદાસ ઉઠીને પાણીના હજ તરફ જાય છે.)
નત્તમ ભગવાનદાસ! કયાં ચલાવ્યું ?
ભગવાનદાસ (ગુસ્સે થઈને) મારી નજરમાં આવશે ત્યાં જઇશ.
મેટાભાઈ (ઝપાટાબંધ આવીને) ગંગાદાસ પેલે ઢાંગી જોયો કે? ગુલાબચંદભાઈ કહેતા હતા કે “ચુ છું તે આંખ બગડે છે.” ને હમણું તે ધમણની માફક ચુલે ફુકવા મળે છે.
છેટુભાઈ (લખવાનું મુકી દઈ) લાવ ત્યારે હું પણ શાક મેળી નાંખું, ખાવાનું જે વડલું થયું તે ખરૂં. ( તે ઉઠે છે, મિલી બેડુ લઈને આવે છે. તેના હાથમાં ઘડા છે. સાથે ભગવાના આરે છે. બધા ઉંચું જુએ છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com