________________
- એક ત્રીજો
નરોતમ મને તે આ બધા કરતાં બીચારી મિલીની દયા આવે છે. ( વિચાર કરતો જાય છે. ભગવાનદાસ ને ગુલાબચંદ આવે છે. બંને જરા ગરમ છે.)
- ભગવાનદાસ (ભવાં ચઢાવી) ગુલાબચંદભાઇ, સીધી સાફ વાત કહી દઉં? તમને બીલકુલ રાંધતાં આવડતું નથી. આજે તમારે બહાર બેસીને ચેખા વીણવા પડશે.
ગુલાબચંદ ભગવાનદાસ! તમને આ શેખ કયારથી લાગે? કાલે તે કહેતા હતા કે ભજીયા શીવાય બીજું કે આવડતું નથી. અને હવે તે પાકશામવિશારદા બની ગયા !
ભગવાનદાસ રાતે કેણે રાંધ્યું? ને રાતે મારું બનાવેલું શાક જુઓ, ને સવારનું તમારું જુઓ ફીકકું ફસ. હું સાચું કહું છું, તમે ચેખા વણે.
ગુલાબચંદ ઠીક, હું ચુલા પાસે બેસીને વીણીશ. ( જવા જાય છે.)
ભગવાનદાસ (તેને હાથ ઝાલીને ડોળા કાઢીને ) હું કહું છું તે બરાબર છે. પેમલી પેલા ચેખા લાવ.
મિલી ( અંદરથી ચેખાની થાળી લાવી ) ભગવાન શે! આ રયા ચોખા વેણી નાખે છે કે હું નાખું ?
ભગવાનદાસ અરે તું શું થશે? અમે નથી ને તેને કામ કયાં ઓછું છે? લે. ગુલાબચંદભાઈ ! આ ચેખા લઈ જાઓ તમારી ઓરડીમાં.
ગુલાબચંદ હું તે રસોડામાં બેસીને જ ચોખા વણીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com