________________
--અંક ત્રીજો
માધુભાઈ જા બા, જા! (હાથ જોડી) તને પગે લાગું, તું જા ! (પેમલી જાય છે ને પ્રોફેસર છોટુભાઈ આવે છે.) કેમ છોટુભાઈ?
છોટુભાઈ ડાકટર સાહેબ, એક જરુરી વાત કરવા આવ્યો છું.
માધુભાઈ શી છે ભાઈ? બેસે (છોટુભાઈ બેસે છે.)
આજે મને મારે સ્વધર્મ સમજાય.
માધુભાઈ (ડેકુ ધુણાવે છે) હા ભાઈ! આ સ્વધર્મ સમજવાનો વખત છે.
છોટુભાઈ જુઓની, મેં ગુજરાતનાં ગામડાંનો ખાસ અભ્યાસ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ કર્યો છે.
માધુભાઈ (નસાસો નાંખીને) હા ભાઈ! હમણું ગામડાનાં સૌંદર્ભેજ બધાને આંધળા કર્યા છે.
છેટુભાઈ (હર્ષથી) ખરી વાત છે. ગામડામાંજ રાષ્ટ્રજીવન છે; ગામડામાંજ આપણી દેલત છે; ગામડામાંજ આપણું સુખ છે; ગામડામાંજ ખરું સૌદર્ય છે. અહીંથી જઈ એ ગામડાઓને જ માટે હવે જીવન અર્પણ કરવું છે.
માધુભાઈ (એકદમ અકળામણમાં ઉભા થઈ જાય છે,) હા, જાઓ, પ્રોફેસર સાહેબ ! ગામડાંઓને જીવન અર્પે. જોઈએ તે ગામડી અને જીવન અપે. જોઈએ તે પેમલીને જીવન અર્પે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com