________________
બ્રહ્મચર્યાશ્રમ
માંડે છે.) ત્રીસ ત્રીસ વર્ષના સિદ્ધાંત પર પાણી ફર્યું. ઓ મારૂં બ્રહ્મચર્યાઅમ! હાય મિલી ... હરિનો મારગ આ માધ માટે નથી. પેમલી ! તેં શું કર્યું? (ગાંડા જેવો આક્રંદ કરે છે. પેલી રડતી આંખે બહાર નીકળી રડે છે. ) મારૂં બ્રહ્મચર્યાશ્રમ ! હાય મિલી !.... બ્રહ્મચર્ય ! ( આંખે મીંચીને લાંબા હાથ કરે છે.) હાય પેમલી ! ( ઉઠે છે ને રડે છે. ) હાય બ્રહ્મચર્ય !... પેમલી !.. (પેમલીની આસપાસ હાથ આવે છે એટલે રડતી પેમલી વળગી પડે છે.)
પેમલી (રડતી) ડાક્ટર બાપજી ! આ શું કરે છે ?
માધુભાઈ (આંખ ઉઘાડી પેમલીને પિતાના હાથ વચ્ચે જઈને સ્તબ્ધ બની ફરીથી આંખો મીંચે છે) હાય બ્રહ્મચર્ય ! હાય પેમલી !
પેમલી ડાકટર બાપજી! એ શું કરે છે? હરિને મારગ છે શૂરાને –
માધુભાઈ ( એકદમ આંખ ઉઘાડી હાથ વચ્ચે પેમલી સામું જુવે છે ને તેની આંખ સામું જોઈ તેના મોઢા પર ભાવ બદલાય છે. તે અજાયબ થાય છે) હરિને મારગ છે શૂરાનો.
મિલી (નીચું જોઈને) તમારા જેવા શરાનો જ છે ભદશાબ !
માધુભાઈ (હસીને કુદે છે) હરિને મારગ છે શૂરાને...(પેમલીને વળગી પડે છે ને મિલી સામું વળગે છે. બારણું ખોલી ભગવાનદાસ સ્તબ્ધ બની જોઈ રહે છે.).
પડદો પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com