SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્યાશ્રમ માંડે છે.) ત્રીસ ત્રીસ વર્ષના સિદ્ધાંત પર પાણી ફર્યું. ઓ મારૂં બ્રહ્મચર્યાઅમ! હાય મિલી ... હરિનો મારગ આ માધ માટે નથી. પેમલી ! તેં શું કર્યું? (ગાંડા જેવો આક્રંદ કરે છે. પેલી રડતી આંખે બહાર નીકળી રડે છે. ) મારૂં બ્રહ્મચર્યાશ્રમ ! હાય મિલી !.... બ્રહ્મચર્ય ! ( આંખે મીંચીને લાંબા હાથ કરે છે.) હાય પેમલી ! ( ઉઠે છે ને રડે છે. ) હાય બ્રહ્મચર્ય !... પેમલી !.. (પેમલીની આસપાસ હાથ આવે છે એટલે રડતી પેમલી વળગી પડે છે.) પેમલી (રડતી) ડાક્ટર બાપજી ! આ શું કરે છે ? માધુભાઈ (આંખ ઉઘાડી પેમલીને પિતાના હાથ વચ્ચે જઈને સ્તબ્ધ બની ફરીથી આંખો મીંચે છે) હાય બ્રહ્મચર્ય ! હાય પેમલી ! પેમલી ડાકટર બાપજી! એ શું કરે છે? હરિને મારગ છે શૂરાને – માધુભાઈ ( એકદમ આંખ ઉઘાડી હાથ વચ્ચે પેમલી સામું જુવે છે ને તેની આંખ સામું જોઈ તેના મોઢા પર ભાવ બદલાય છે. તે અજાયબ થાય છે) હરિને મારગ છે શૂરાનો. મિલી (નીચું જોઈને) તમારા જેવા શરાનો જ છે ભદશાબ ! માધુભાઈ (હસીને કુદે છે) હરિને મારગ છે શૂરાને...(પેમલીને વળગી પડે છે ને મિલી સામું વળગે છે. બારણું ખોલી ભગવાનદાસ સ્તબ્ધ બની જોઈ રહે છે.). પડદો પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy