________________
બ્રહ્મચર્યાશ્રમ
મિલી આવે. જરુર.
નરેતમ પેલા બધા બદમાશથી ચેતીને ચાલજે. તું મારું કહ્યું માનશે તે તારો ઉદ્ધાર થઈ જશે.
પેમલી તારે હો ભઇશાબે તમારા કૅમે ગેળ. પછી હું મઈ આવીશ.
નરેનતમ હું તને લઈ જઈશ. પછી કે છે? પણ કાલે અભ્યાસગૃહમાં આવજે. હું તને શીખવીશ,
પેમલી મને આવું? ચાલો નાહી લે. ખાવાનું થઈ ર્યું છે. (લટકે કરી જાય છે. નરોત્તમ પ્રશંસાપૂર્ણ આંખે જોઈ રહે છે.)
નરોતમ કકકડ આરસપહાણ છે. કોતરનારની જ ખેત છે. (જાય છે.)
મોટા ભાઈ ( આગળ આવીને) આ જોયું તમારું બ્રહ્મચર્યાશ્રમ?
માધુભાઈ (નીસા મુકીને) આ માધુ જુએ છે.
મોટાભાઈ આં જાડાને અહીંથી કાઢ પડશે.
માધુભાઈ માધુ હમણું રસ્તો કાઢે છે. આ તે દુસહ સ્થિતિ થઈ પડી છે. બધા ગાંડા થઈ ગયા છે. (આંખો મીંચીને) આ માધુને ડાહ્યા થવું પડશે. (નિશ્ચયથી) જોઉં છું. જોઉં છું. મેટાભાઈ! ગભરાઓ નહીં, હરિને મારગ છે શૂરાને (એકદમ બહાર જાય છે.)
મેટાભાઈ બધા શરા જ છે. અહીં કોઈ કાયર છે જ નહીં. Dear Penli (પ્રિય પેમલી!) (જાય છે પડદે પડે છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com