________________
- અંક પહેલો
મેં મારી આખી મિલક્ત ટ્રસ્ટમાં આપી દીધી એ મીલકતમાંથી ચોદેદ આગળ, રેવાને તીરે એકાંત ટેકરી પર આવો એક બ્રહ્મચર્યાશ્રમ બંધાશે. ત્યાં હું ને તમારામાંથી જેને બ્રહ્મચર્યના પ્રયોગમાં શ્રદ્ધા હશે તે બધા રહેવા જઈશું. આવી ભીતિથી સુરક્ષિત, આપણે અડગ બ્રહ્મચર્યની તીવ્ર સિદ્ધિ કરીશું.
ગંગાદાસ પણ એમ કયાં સુધી રહેવું?
માધુભાઈ ક્યાં સુધી ? ગંગાદાસભાઈ ! ભુલ્યા. એ સિદ્ધિથી આપણે વજી જેવા અભેદ્ય બનીશું. એ અભેદ્યતામાં અમર એવા આપણને કાલની શી પરવા? કાલ સ્ત્રોત આપણા સનાતન જીવનના સાગરમાં સમાઈ જશે. હરિને મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.
મોટાભાઈ Listen (સાંભળે) ડાકટર ! હું તમારા સિદ્ધાંતમાં માનતો નથી.
- માધુભાઈ માનશો. છુટકો નથી. કારણ કે મારે સિદ્ધાંત સત્યને સનાતન છે.
મોટાભાઈ તે તો કોણ જાણે. પણ તમારી બેલવાની રીત પયગંબરી છે.
માધુભાઈ પયગંબરી! મારા વહાલા મિત્રો ! આ માધુનાં હાથ સામું જુઓ. સત્તાવન વર્ષે આ રગોમાં સત્તર વર્ષના યુવકનું લેહી વસે છે. આ માધું અજ્ઞાન કે શ્રદ્ધાળું નથી. એ વેદીઓ ટેર નથી; એમ. ડી. એફ. આર. સી. એસ. છે; વૈિદકના વિષયને ઉડે અભ્યાસી છે. પૂર્વ કે પશ્ચિમની વિદ્યાને એણે સંગ કર્યો છે. એટલે અવિશ્વાસ આણવાની જરૂર નથી. ઋષિમુનિઓ જ્યાં ફાંફાં મારતા હતા ત્યાં એણે નવી શોધ કરી છે. એણે મને જીત્યો છે.
સ્તો દુઃખા જગતુ દીન વદને યાચી રહ્યું છે. આ માધું તેને દાન દેશે– લો બ્રહ્મચર્ય. (બધાને ભેટ આપતા હોય તો તેમ હાય કરે છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com