________________
સાચો ધર્મ શ્રી જિનાજ્ઞાના પાલનમાં છે. યથાર્થ માલુમ પડશે કે શુભ કાર્ય અગર શુભ ક્રિયા કરતાં અગાઉ પ્રાય: આરંભમાં યથા યોગ્ય સારો દિવસ અને ચારૂં મુહૂર્ત સૌ કોઈ જુવે છે. અર્થાત્ આ પ્રથા બધે ચાલુ છે છતાં જન્મ એ કંઈ માનવના હાથની વાત નથી. તે પણ “ઉત્તમ દિવસે અને શુભ મુહૂર્ત જન્મેલ બાળક સારો નવડે એ કેક્તિ જગપ્રસિદ્ધ છે તે કેણ, નથી જાતું.
આ પુત્રરતનનું ભવ્ય ભાળ પ્રદેશ, રુર નથને, અપૂર્વ પ્રતિભાપૂર્ણ મનોહર મુખાર્વિન્દ તથા અતિ સુકોમલ શરીરના સુંદર અવયવે વિગેરે જાણે કુમકુમથી રંગાયેલા ન હોય તેવા નાજુક હાથના આંગળાએ તથા પગલાઓ વિગેરે જોઈ જોઈને માતા-પિતાદિ કુટુંબીજને ખુબ ખુબ હરખાતા, ઘેડીયા–પારણામાં સૂતેલા હસતા, રમકડાં સાથે રમતા અને કલેલ કરતા બાળકને જોતાજ સનેહી હૈયાઓ હર્ષથી નાચી ઉરલસિત થતા.
એ સમયે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ બાળક માટે થઈ અનેકાનેક આત્માઓના તારણહાર થવાનો અને આ સદીના મહાન સૂરિપંગમાં અગ્રગણ્ય સ્થાન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીને આ પુત્ર અવતર્યો છે.
અનુક્રમે બાળકનું શુભ નામ “નેમચંદ” રાખવામાં આવ્યું.
માતા-પિતા આદિ સ્નેહ કુટુંબીજનો વચ્ચે લાલન-પાલનથી બીજના ચંદ્રમાની જેમ પુત્ર વૃદ્ધિને પામવા લાગ્યું.
બાળ અને કિશોર અવસ્થામાં પણ અન્ય બાળકેથી આ બાળકમાં (આપણું “નેમચંદ ભાઈમાં) બુદ્ધિપ્રતિભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com