________________
૧૪
સધર્મના મૂળ બહુજ ઉંડા હોય છે. બુરાણપુર, ઈડર, ગેધરા આદિ દૂરદૂરના પ્રદેશોમાં વિચરી શાસ્ત્રના પ્રભાવનાનાં અનેક કાર્યો કરાવી ઘણાં ભવ્યપ્રાણિઓને દુધર્મમાર્ગમાં દેય છે.
તેઓશ્રીના શિષ-સમુદાયમાં અનેક વિદ્વાન શિષ્ય પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં વિદ્વગ્ય ગ્રંથોના રચયિતા છે તથા ગુજરાતી સ્તવન રાસા કાવ્યો વિગેરે બાળકને બોધ દાયક ઉપયોગી લેખનકળા વિગેરેને પણ સારો વિકાશ ભવાચે છે.
તેઓશ્રીના ચારિત્રની ઉત્તમતા અને હતા અવર્ણનીય છે ૧૬ વર્ષની.નાની કુમાર વયમાં સિંહની જેમ પોતે ચારિત્ર લઈ અદ્યાપી સુધી નિષ્કલંક પાવ્યું છે અને હજુ પણ તેવીજ રીતે પવિત્ર નિર્મલતાથી તેનું પાલન કરે છે. તેમની છત્રછાયામાં રહેનાર માનવી આ લોકમાં આત્મસાધના સાથે ઉજવલ યશ અને પરલોકમાં આત્મકલયાણની પ્રાપ્તિ કરે તેમાં તે આશ્ચર્ય શું ?
તેઓશ્રીએ અનેક આત્માઓનાં જીવનમાં અચિન્તનીય પટો કરાવી, ધર્મના લેવલપથે ચડાવી આત્મિકતાને અપૂર્વ પરિચય કરાવ્યો છે અર્થાત તેઓશ્રીએ આ અગાધ અસાર સંસારમાંથી ઘણુએ ભવ્ય પ્રાણિઓને સર્વ વિરતીરૂપ સંયમ જીવન અને દેશવિરતિરૂપ ગૃહસ્થ જીવનના રસિક બનાવીને જેનો ઉપકાર આ ભવ કે ભવાન્તરમાં પણ કદિએ ન ભૂલાય તેવા અનેકને મોક્ષમાર્ગ સન્મુખ કર્યો.
તેઓશ્રીની પ્રભાવિતાની યશોગાથા ચાહિશો અતિ વિસ્તરેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com