________________
૩. ભમાત્રને મેલાપ–
એકદા એક ગામમાં પ્રવેશતાં જ સામે વિશાળ એટલા ઉપર કેટલાએક મનુષ્ય સમુહરૂપમાં મલીને બેઠા હતા તેઓની વચમાં એક માત્ર નામને બુદ્ધિમાન માણસ આસન લગાવી બેઠે હતું, અને જનતાથી પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યેત્તર આપી હસ્તા હસ્તા સર્વેનાં મન રંજન કરતાં જોયે. જનતાના મનનું સમાધાન કરતે જોઈ, અવધૂત જરા વિચાર કરવા લાગ્યું કે “અહા! શું આ કઈ દીવ્યજ્ઞાની પુરૂષ છે કે શું? એટલામાં તે ભક્માત્રની પણ દષ્ટિ જરા દૂર ઉભા રહેલા અવધૂત ઉપર પડી. દષ્ટિ પડતાં જ સ્વાભાવિક રીતે તેમના પર પ્રીતિ ઉત્પન્ન થઈ આ ઉપર એક કહેવત છે કે –
“ચાર મલી ચેસઠ હસ્યા, વિશે મલી કરોડ, સજજનને સજજન મલ્યા, ઉલસ્યા સાતે કોડ.
તાત્પર્ય એ મનુષ્યની ચાર આંખ મલવાથી બન્નેની દન્તપંક્તી (બત્રીશી) સહજ વિકશિત થાય છે. અને વિવેક માટે ઉત્તમપુરૂષે પરસ્પર હાથ જોડે છે. અને એકબીજાને સમાગમ થવાથી બન્નેને આનંદ થાય છે અને આનંદ થવાથી બને પુરૂષના સાડાત્રણ સાડાત્રણ ક્રોડ મલી સાતકોડ ૨મરાય હર્ષાયમાન થાય છે. તેમાં સહજ પૂર્વ જન્મનું પણ કારણ ગણાય છે.
ભટ્ટમાત્ર મનમાં વિચાર કરવા લાગ્યું કે આ કોઈ ભવ્ય-આકૃતીવાન અવધુત નથી, પણ કોઈ રાજકુમાર છે, હા? નીતિકારે કહ્યું છે કે “આકૃતિ ગુણન કથતિ” એ કહેવત મુજબ મને તો આકૃતીથી જણાય છે કે આ કે ભૂપતિજ છે, અને ભાવિમાં આનાથી મને જરૂર લાભ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com