________________
૩૮
દિત્ય ભાવ ભક્તિપૂર્વક પ્રભુ સન્મુખ ઉભું રહી નીચે મુજબ સ્તુતિ કરવા લાગ્યા. मुरासुरमहीनाथ मौलिमालीनतक्रमम् । श्री शत्रुजयकोटीरमणिं श्रीऋषभं स्तुवे ॥१॥ विभो त्वत्पदराजीवं ये सेवन्ते जनाः सदा । सुरासुरनृपश्रेणी भजते तान् सुभक्तितः ॥२॥ तनोषि त्वं विभो ? यस्य मानसे वासमन्वहम् । तस्य पापानि गच्छन्ति तमांसीव दिनोदयात् ॥३॥ निरीक्ष्य त्वन्मुखाम्भोजं सूरासुर सुख प्रदम् । कृतार्थोऽहमभूवं श्री नाभिभूपाल नन्दन! ॥४॥ सुवर्णवर्णसंकायदेहधुतिभर प्रभा! निजाहिकमलावासं देहि मे नामिनन्दन ! ॥५॥
ઇત્યાદિ સ્તુતિ કરી ત્યાં રહેલા બીજા સર્વ તીર્થકર ભગવે તેને નમસ્કાર કરી ચત્ય બહાર નીકળ્યા. કેટલાક જિનેશ્વર ભગવતેના મન્દિર જીર્ણ થયેલા નિહાળી વિક્રમાદિત્ય ભૂપતિએ શ્રોસિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજને પૂછ્યું કે આ પ્રાસાદ પણ પડવાની તૈયારીમાં છે, ત્યારે સૂરીશ્વરજીએ જીર્ણોદ્ધાર સંબંધી ધર્મોપદેશ આપતાં કહ્યું કે “નવા જનચૈત્યો બંધાવવામાં જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેના કરતાં જીણું થયેલા જનમન્દિર સુધારી જીર્ણોદ્ધાર કરવામાં આઠ ગણું ફલ જિનેશ્વર ભગવાએ કહેલું છે” વિગેરે ધર્મોપદેશ આપીને સૂરીશ્વરજીની આજ્ઞા પ્રમાણે ઘણા ધનને વ્યય કરી સાય જાતીના ઉત્તમ કાષ્ટનું મુખ્ય એક મોટું સુંદર મંદિર બંધાવ્યું. અને અન્ય જીર્ણ થયેલા મદિર સમરાવી ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com