Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 72
________________ ““ઉપાધ્યાપારાવા, ચાવાળાં પિત્તા, सहवं तु पितुमाता, गौरवेणातिरिच्यते ॥८॥ અર્થાત–ઉપાધ્યાયથી દશ ગણા આચાર્ય શ્રેષ્ઠ છે. આચાર્યોથી સે ગણાપિતા ઉત્તમ ગણાય છે. અને પિતાથી હજાર ગણું માતાને ઉત્તમ ગણે છે. ઉપરના નીતિકારના કથનાનુસાર હંમેશાં મહારાજા વિક્રમાદિત્ય માતાને નમ્યા પછી જ રાજકાર્યમાં જોડાતે. બાદ પોતાને ચિરપરિચિત બુદ્ધિનિધાન ભટ્ટમાત્રને પૂર્વ વચનાનુસાર અમાત્ય પદ ઉપર સ્થાપીને ન્યાય માર્ગથી પ્રજાને પુત્રવતું પાલન કરવા લાગ્યા. મહારાજા વિક્રમાદિત્યના પૂણ્યથી આકર્ષાયીને અનેક નાના નાના રાજાએ તથા સામંત મહારાજા વિક્રમાદિત્યને નમી ભેટ ધરી આજ્ઞા કબુલ કરવા લાગ્યા, અને જે જે નૃપતિ અને સામંતો આજ્ઞાને અસ્વિકાર કરતા તેઓને સામ, દામ, દંડ અને ભેદ એ ચારે પ્રકારની નીતિથી વશ કરીને રાજ્યને ઘણે વિસ્તાર કર્યો. અનેક આશ્ચર્યકારક ઘટનાઓથી પરિપૂર્ણ સ્થલે જાણવાને આતુર અને સ્ત્રી ચરિત્ર જેવા જાણવાને શેખીને મહારાજા વિક્રમાદિત્ય પ્રજાનું ન્યાયપૂર્વક પાલન કરવા લાગ્યું, અને દુર્જનેને શિક્ષા કરી સજાનું રક્ષણ કરવા લાગ્યો. " પાપકારી મહારાજાએ પ્રજા-ઉપગી અનેક સુંદર કાર્ય કરીને, જેમની કીર્તિરૂપ સુગંધ દશે દિશાઓમાં ફેલાઈ છે, તેમજ પ્રબલ પૂર્યોદયથી જેમને સુવર્ણપુરુષ પણ પ્રાપ્ત થયો છે; એવા મહારાજા વિક્રમાદિત્ય વિદ્યાના અપૂર્વ શેખીન હોવાથી હંમેશાં નવા નવા બનાવેલા પદલાલિત્ય અને અર્થ ગૌરવ વાળાં, કાળે સાંભળીને, જેની જેવી વિદ્વતા હોય તે પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98