________________
જિહવા ઉપર આવીને વસી છે. અને લક્ષ્મીદેવી તમારા હસ્ત કમલમાં રહેલી છે, તે શું! કીતિ કપાયમાન થઈને દેશાન્તર–પરદેશમાં ચાલી ગઈ છે?
હવે મહારાજા વિક્રમાદિત્ય પાસે રાજ્ય સિવાય અન્ય કંઈજ આપવાનું ન રહ્યું એટલે સિંહાસન ઉપરથી તરત નીચે ઉતરીને, ભક્તિપૂર્વક સૂરીશ્વરને નમસ્કાર કરીને બોલ્યા, “કે આ મારૂં ચારે દિશાનું સર્વ રાજ્ય, તેમજ હાથી, ઘોડા, રત્ન, આદિ લક્ષ્મી હું આપને અર્પણ કરું છું તે મારા ઉપર અનુગ્રહ કરીને ગ્રહણ કરે!” ત્યારે શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ બોલ્યા, “કે છે વિક્રમાદિત્ય? માતા, પિતા, આદિ કુટુંબને તથા લક્ષમી વિગેરેને મેં ત્યાગ કર્યો છે, તેથી હવે મારું મન હંમેશાં માટીના ઢેફાને તેમજ સોનાને, શત્રુ અને મિત્ર, કેમળ શય્યા અને તૃણની શા વિગેરેને અમારા જેવા સાધુ સદાકાળ સમાન જ ગણે છે. અને ભિક્ષા કરીને લાવેલા અન્નથી નિર્વાહ કરી તેષ માને છે, તેમજ જીર્ણ વસ્ત્રથી દેહને ઢાંકે છે. અને પૃથ્વીની પીઠ ઉપર સંથારે કરી સુનારા અમે છીએ, માટે હે રાજન ! તમારૂ રાજ્ય લઈને અમે શું કરીએ? સૂરીશ્વરજીની ઉત્તમ ત્યાગ ભાવના અને નિભતા નિહાલી યુહારાજા વિક્રમાદિત્ય સર્વજ્ઞાના ધર્મની વારંવાર બહુમાનપૂર્વક પ્રશંસા કરીને કહ્યું કે “હે પૂજ્ય ગુરૂદેવ ! મારા લાયક યોગ્ય કાર્ય હાય તે ફરમાવે ત્યારે સૂરીશ્વરજીની આજ્ઞાથી કારપુરમાં એક ભવ્ય મનહર મોટું મન્દિર શ્રાવકના કહેવા પ્રમાણે પતિએ બંધાવી આપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com