________________
એ પ્રમાણે સંસકૃત રૂપાન્તર કર્યું આમ શરૂઆત તે કરી, પરંતુ તેમને ફરી વિચાર આવ્યો કે, પૂજ્ય ગુરૂદેવને પૂછીને આ કામ કરવું વધારે ઈષ્ટ છે. તે વખતે પિતાના પૂજ્યપાદ ગુરૂવર્ય શ્રી વૃદ્ધવાદિસૂરીશ્વરજી પ્રતિષ્ઠાનપુર બિરાજતા હતા, ત્યાં પતે આવ્યા, અને બધી વાત વિદિત કરી છે. આ નમુસ્કુર્ણ વિગેરે વંદનાદિક સૂત્રને સુંદર સંસ્કૃત ભાષામાં બનાવીએ તે કેમ? શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીના વિચાર જાણી ગુરૂ મહારાજ શ્રી વૃદ્ધવાદિસૂરીશ્વરજી મ. શ્રી
ખેદયુક્ત બોલ્યા કે “હે આર્ય! ચૌદ પૂર્વ આદિ સર્વ શાસ્ત્રોના પારંગામી ગૌતમ સ્વામીજી આદિ ગણધર ભગવજોએ બાળ, સ્ત્રી અને અલ્પબુદ્ધિવાલાઓના ઉપકારાર્થે પ્રાકૃત-અર્ધમાગધી ભાષામાં જ સર્વ સિદ્ધાન્ત-શાસ્ત્રો રચેલાં છે. જે સંસ્કૃત ભાષામાં સૂત્રો રચ્યા હોત તો, સામાન્ય જનતાને સમજવા કઠીન થઈ પડે, અને તેથી સમાજ અજ્ઞાન રહી જાય. શ્રી તીર્થકરે તથા ગણધર ભગવન્તએ જે કર્યું છે તે લાભાલાભની દષ્ટીએ ઉચિતજ કર્યું છે. આ પ્રકારે વિચાર કરવાથી તમે શ્રી તીર્થકર ભગવન્તની અને આગમોની આશાતના કરી અત્યંત પાપ ઉપાર્જન કર્યું છે. તેથી તમારે સંસાર સમુદ્રમાં ભ્રમણ કરવું પડશે. પૂજ્યપાદું ગુરૂ મહારાજના હીતદાયક મધુર વચનો સાંભળીને ભવભીરૂ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી બોલ્યા કે “હે પરમકૃપાળુ ગુરૂ મહારાજ! મેં અજ્ઞાનપણે મૂતાથી જ આ પ્રમાણે આચરણ તથા વિચાર કર્યો છે. તે આ અતિ દુખદાયક પાપથી છૂટવા મને ચગ્ય પ્રાયશ્ચિત આપે. આવી શિષ્યની નમ્રતા પૂર્વકની પ્રાર્થના સાંભળીને, શ્રી વૃદ્ધાવા દShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com