________________
*** 11111"
શ્રી અવંતિ પાર્શ્વનાથ ભગવાનને પૂર્વ ઈતિહાસ કહો. તે આ પ્રમાણે,
વીર સંવત ૨૫૦ લગભગ આજ અવંતિ નગરીમાં શ્રી ભદ્રષ્ટી વસતા હતા. તેમને શીલાદિ ગુણે કરી યુક્ત ભદ્રા નામની ભાર્યા હતી. તેણીએ અવંતિસુકુમાર નામના કુમારને જન્મ આપેલ. ગ્ય ઉમર થતાં, માતા, પિતાએ બત્રીસ કુળવાન કન્યાઓ સાથે પાણી ગ્રહણ કરાવ્યું. બત્રીસ સ્ત્રીઓ સાથે અવંતિમુકુમાર શાલિભદ્રની જેમ સંસાર સુખે ભગવતે સમય પસાર કરવા લાગ્યા.
એક સમયે ભારત સમ્રાટ મહારાજા સંપ્રતિને પ્રતિબંધિ જૈન ધર્માનુયાયી કરનાર ચૌદ પૂર્વધર આચાર્ય શ્રી આર્યસુહસ્તિ સુરીશ્વરજી મહારાજ સાહેબ રામાનુગામ વિચરી અવનીતળને પવિત્ર કરતા અત્રે પધાર્યા હતા. ભદ્રા શેઠાણની અનુમતિ લઈને તેઓના મકાનમાં સ્થિરતા કરી. એક સમયે આચાર્ય ભગવાન શિષ્યો પાસે નલિની ગુમ વિમાનનું વર્ણન કરતા હતા, તેવામાં ભદ્રા શેઠાણીના પુત્ર અવંતીસુકુમારે એ સાંભળી તેમને જાતી સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, આચાર્ય ભગવાન આર્ય સુહસ્તિસૂરીશ્વરજી મહારાજ પાસે આવી પુનઃ નલિની ગુલ્મ વિમાન પ્રાપ્ત થવાને ઉપાય પૂછે, ત્યારે આચાર્ય ભગવતે કહ્યું કે “મહાનુભાવ! આ પાંચ મહાવ્રતાની આરાધના સિવાય અન્ય ઉપાય સુલભ નથી. ત્યારે અવન્તીસુકુમારે કહ્યું કે “હે પરમપકારી પૂજ્ય ગુરૂદેવ! આપ મને પરમ ભાગવતી દીક્ષા આપો! સૂરીભગવતે કહ્યું કે હે શ્રેષ્ઠિનન્દન ! માતાપિતાની સંમતિ મેલવીને દીક્ષા ગ્રહણ કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com