Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 86
________________ પધરાવી, પુષ્કળ લક્ષ્મીને સદ્વ્યય કર્યો. કાલાંતરે આ અવંતી પાર્શ્વનાથ ભગવન્તના બિંબને બ્રાહણેએ મલીને યરામાં ભંડારી, તેની ઉપર આ શિવલિંગ સ્થાપન કર્યું. અને મહાકાલેશ્વરના મન્દિર તરીકે પ્રસિદ્ધિમાં લાવ્યા, વિગેરે વિસ્તારથી વર્ણન કરીને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજે મહારાજા વિક્રમાદિત્યને ધર્મોપદેશ આપી મિથ્યાત્વીના ધર્મથી ઉદ્ધારી, શ્રી વીતરાગ કથીત સત્ય માર્ગાનુયાયી કરી, દેવ—ગુરૂ અને ધર્મરૂપ તત્વત્રિયનું સ્વરૂપ સમજવી સમ્યકત્વસંમતિ યુક્ત બારવ્રતો ઉશ્ચરાવી પરમ શ્રાવક બનાવ્ય. બાદ મહાકાલ મામના મદિરનો જીર્ણોદ્ધાર કરી પુનઃ શ્રી અવંતીપાર્શ્વનાથ ભગવન્તના બિઅને મન્દિરમાં સ્થાપન કરી, અત્યન્ત ભક્તિ ભાવપૂર્વક પૂજવા લાગ્યા. તથા દેવ પૂજાથે એટલે કે મન્દિરના નિભાવ માટે મહારાજા વિક્રમાદિત્યે એક હજાર ગામ શ્રી સંઘને સોંપ્યા. શ્રી અવંતીપાર્શ્વનાથ તીર્થના પુનરુદ્ધાર સંબંધી ઘટના સાથે નિકટને સંબંધ ધરાવનાર સૂરિપુંગવ શ્રો સિહસેનદિવાકરસૂરીશ્વરજીના ધર્મોપદેશથી રંગાયેલ અને શ્રી વીતરાગ પ્રણિત ધર્મ ઉપર શ્રદ્ધાળુ માલવાધીશ મહારાજા વિક્રમાદિત્યને એક સમયે પ્રાતઃસ્મરણીય પરમ પૂજનીય અનેકાનેક સિદ્ધ ભગવતેની નિર્વાણભૂમિ, પંદર કર્મમમિ ક્ષેત્રમાં મુગટ સમાન, ભવ્ય છવરૂપ કમલને વિકસવંર કરવામાં સૂર્ય સમાન અને ત્રણે ભુવનમાં શ્રી સિદ્ધગિરિ સમાન તરણ તારણ મહાન તીર્થ અન્ય કોઈ નથી એવું અનુપમ શ્રી સિદ્ધાચલઇને મહાપ્રભાવિક વર્ણન પૂજ્ય આચાર્ય સૂરિપુંગવ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજના મુખેથી રોચકવાણી સાંભળીને, પ્રાયશાશ્વત અને કલિકાળમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98