Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 88
________________ ૩૫ અત્યારે અવંતિપતિ મહારાજા વિક્રમાદિત્ય પિતે સંઘ લઈ પરમપવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય ગિરિરાજને ભેટવા જવા માટે પ્રયાણ કરવાના છે. શુભ તિથિ અને શુભ મુહૂર્ત ભૂપતિ વિક્રમાદિત્ય ચતુર્વિધ સકળસંઘ સાથે શ્રી અવન્તિ પાર્શ્વનાથ ભગવન્તને ભાવપૂર્વક નમસ્કાર કરીને નગરી બહારના ઉદ્યાનમાં પ્રસ્થાન કર્યું. જે સમયે સકળ સમુદાયએ અવંતિનગરીથી પ્રયાણ કર્યું. તે વખતે રાજ્ય ભક્ત અવંતિની સમગ્ર પ્રજાએ આખીયે અવંતિનગરીમાં ચારે કેર દેવજા-પતાકાઓ અને તેરણાથી શણગારી તથા સ્થાને સ્થાને સુશોભીત કમાને ગોઠવવામાં આવી હતી. અને જ્યાં જ્યાં ત્રણ ત્રણ રસ્તાઓ અને ચાર ચાર રસ્તાઓ ભેગા મળે, ત્યાં સુંદર આકર્ષક દેખાવો ઉભા કરવામાં આવ્યા હતા. અને રાજમાર્ગો ઉપર સુગંધી જલ અંટકાવ કરી અવંતિ નગરીને અલકાપુરીથી પણ વિશેષ શોભાયમાન કરી મુકી હતી. અન્ય ગામથી આવેલ પ્રજાજને તે ભ્રમમાં પડી વિચાર કરવા લાગ્યા કે જે અલકાપુરીનું વર્ણન સાંભળીએ છીએ, તેવીજ આજે આ અવનિનગરીની શોભા પ્રત્યક્ષ નિહાળી રહ્યા છીએ. આ પ્રમાણે આખાયે નગરમાં સંઘના પ્રયાણ સંબંધી જ વિવિધ પ્રકારની વાતે જનતા ટેલે ટેલા મલી કરી રહી છે. સમગ્રહ પ્રજાએ પણ જાણે શેભામાં જરાયે ખામી ન રહી જાય એ નિશ્ચય કર્યો હોય તેમ જે જે માર્ગ થઈને સંઘયાત્રાની સ્વારી જવાના સંદેશા મળતા જાય તેમ સર્વત્ર ઉચિત તૈયારીઓ પુરજોષથી કરી રહ્યા છે. અને જે તરફ સ્વારી આવવાનો હોય તે તરફ પહેલાં જ શિક્ષકોનાં ટેટેળાં આવી માર્ગની બન્ને બાજુ ગોઠવાઈ જાય છે. શિક્ષકને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98