________________
સંસારરૂપ સમુદ્રથી પાર ઉતારવામાં નૌકા સમાન તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીને ભેટવાની ઉત્કંઠા જાગૃત થઈ ૧૨. તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીને સંઘ
એકદાવસરે મહારાજા વિક્રમાદિત્યે પોતાના હૃદયઘટમાં રહેલી ઉત્તમ ઉમિઓ પૂજ્ય ગુરૂ ભગવંત પાસે વા દત કરી, કહ્યું કે “હે પરમ કૃપાલુ ગુરૂદેવ ! મારી ઉપર અનુગ્રહ કરીને, આપ હમારી સાથે પધારી અમને શ્રી સિદ્ધાચલ મહાતીર્થને ભેટાવો! પૂજ્ય ગુરૂ ભગવન્ત પણ મહારાજ વિક્રમાદિત્યની ભાક્ત પૂર્ણ વિનંતીને અનુમતિ આપીને વધારે ઉત્સાહિત કર્યો. ગુરૂદેવ તરફથી અનુમતિ મલવાથી મહારાજા વિક્રમાદિત્ય હર્ષિત થઈ સકળસંઘને એકત્ર કરી ચતુર્વિધ સંઘસહિત તીર્થંધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજને ભેટવાની થયેલ ભાવના પ્રકાશિત કરી. અને સાથોસાથ ગુરૂ ભગવંતે વિનંતી સ્વીકારાયાની વાત જાહેર કરી. અને રાજ્ય કાર્યકર્તાઓએ પણ ભૂપતિ વિક્રમાદિત્યની આજ્ઞાથી સંઘ યાત્રા માટે અનેક પ્રકારની તૈયારીઓ જોતજોતામાં જેષભેર કરવા લાગ્યા. અને બીજી બાજુ અપૂર્વ ઉત્સાહ પૂર્વક અનેક નૃપતિઓને સામત ઉપર તેમજ અનેક સ્થાનિક નેન સંઘે ઉપર સંઘ યાત્રામાં આવવા નિમિત્તે આમન્ત્રણ પત્રિકાઓ રવાના કરવામાં આવી.
માલવાની પ્રાચીન રાજધાની અવંતીમાં આજે પ્રાતઃકાળથી જ કોઈ અનેરી જાગૃતિ ફેલાઈ રહી છે. મનુના ગમનાગમનથી જડ ગણાતી પૃથ્વી પણ સચેતનપણને જાણે પામી ન હોય તેમ દેખાય છે. આજે નગરને કોઈપણ માર્ગ એ નથી રહ્યો કે જ્યાં સંઘયાત્રા સંબંધી પરસ્પર વાર્તાલાપ કરતા લેકેના ટેલે ટેલા મલી ઉભા ન હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com