________________
શિંદે
સમાચાર આપ્યા અને કહ્યું કે “હે મહારાજા આજે સવારના પહેરમાંજ કેઈ અવધૂત શિવલિંગ સામે પગ કરી સુતો છે. અમોએ ઉઠાડવા માટે ઘણુએ પ્રયત્નો કર્યા, છતાં તે હઠીલા અવધૂત જેગી ઉઠતો નથી, પુજારીના મુખેથી વૃત્તાન્ત સાંભળી મહારાજા પણ આશ્ચર્ય ચકિત થતાં કહ્યું કે “જે તે કઈ પ્રકારે ન ઉઠે તે તેને મારીને પણ એ શિવલિંગ મહાદેવની આશાતના કરતા અવધૂતને દૂર કરો. એવી આજ્ઞા આપીને રાજ સેવકને મહાકાળના મન્દિરે મેકલ્યા. રાજ સેવકોએ આવીને અવધૂતને ઉઠાડવા પ્રયત્ન કર્યા છતાં જ્યારે અવધૂત ન ઉઠયે ત્યારે રાજસેવકોએ ચાબુક લઈ તેને મારવા લાગ્યા. પરન્તુ ત્યાં તે એક આશ્ચર્યકારી બીના એ બની કે મદિરમાં અવધૂતને મરાતે ચાબુકને માર અન્તઃપુરમાં–રાજ મહેલમાં રહેલ મહારાણીઓને પડવા લાગે. અન્તઃપુરમાંથી દાસીઓએ આવીને તરતજ મહારાજા વિક્રમાદિત્યને મહારાણુઓને ચાબુકોને માર પડવા સંબંધી સમાચાર આપ્યા. મહારાજા વિક્રમાદિત્ય પણ આ સમાચાર સાંભળીને આશ્ચર્ય ચકિત થયે અને તરતજ સિધ મહાકાળના મન્દિરે આવીને અવધૂતને ભૂપતિએ કહ્યું કે “હે મહાત્મા તમે આ કલ્યાણકારક મહાદેવ શિવલિંગની સ્તુતિ કરે! દેવતાઓની સ્તુતિ કરવી જોઈએ, પરંતુ અવજ્ઞા-આશાતના. કરવી તે આપ જેવાને ગ્ય નથી. ૧૧. શ્રી અવંતિ પાર્શ્વનાથ ભગવાનની ઉત્પત્તિ
અવધૂતે કહ્યું કે “હે માલવાધીશ! મારી કરેલી સ્તુતિ કે પ્રાર્થના આ મહાદેવ સહન નહિ કરી શકે! ભૂપતિએ કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com