________________
૧૦, પ્રાકૃત સાગોને સંસ્કૃતમાં રૂપાન્તર કરવાની
ભાવના
એક વખતે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ સવારમાં શ્રી રૂષભદેવ ભગવાનના મન્દિરે દર્શનાર્થે ગયા, ત્યાં ઘણું ભાવી શ્રાવકે દર્શનાર્થે આવેલા સૂરીશ્વરજીએ અત્યંત ઉત્સાહથી પોતાની વિદ્વત્તાની અલંકાર યુક્ત ભાષામાં ચૈત્યવંદન કહી, નમુત્થણું આદિ પ્રાકૃત સૂત્રથી વંદન કરતા જોઈ, સામાન્ય શ્રાવકે અને સાથે આવેલા પંડિત હસવા લાગ્યા, અને બોલ્યા, “કે આટલા વર્ષો સુધી આ ગુરૂદેવ ઘણા શાસ્ત્રોને ભણને પણ કેમ? આ પ્રકારે આપણે બોલીએ તે ચાલુ પ્રાકૃત ભાષાનાં સૂત્રોથી જ અરિહંત ભગવંતની સ્તુતિ કરે છે. શ્રાવકનાં આવાં વચને સાંભળીને સૂરીશ્વરજી સહજ લજા પામ્યા, અને તેમના મનમાં વિચાર આવ્યો કે શ્રી તીર્થકર દેવએ કહેલા અને શ્રી ગણધર મહારાજાઓએ રચેલા સર્વ શાસ્ત્રો અર્ધમાગધી-પ્રાકૃત ભાષામાં છે.
પરંતુ નમુથુણં, વંદનાદિક સૂત્રને પ્રાકૃત ભાષામાંથી મધુર સંસ્કૃત ભાષામાં ઉતાર્યા હોય તો તેનું વિદ્વાનમાં કેટલું ગૌરવ વધે? આમ વિચારી તેમણે નવકાર મંત્રનું __ नमोऽहत् सिद्धाचार्यायाध्याय सर्व साधुभ्यः'x
* નવકાર મંત્રનું સંસ્કૃત રૂપાનેતર કર્યું છે એવું પં. શુભાશીલ ગણિ કૃત આ મૂળ વિક્રમચરિત્રમાં ઉલેખ નથી, કેટલાંક સ્થાને દેખાય છે. અથવા પૂર્વોત્તરગત આ વાકય છે, અર્થાત્ શ્રી સિહસેનદિવાકરસૂરીશ્વરજીની આ મૂળ કૃતિ નથી પરંતુ આને પૂર્વમાંથી જાહેરમાં લાવનાર પ્રાય: તેઓશ્રી છે. આવા જુદા જુદા મન્તવ્ય ભેદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com