________________
થયે અવંતિપતિ મહારાજા વિકમાદિત્ય હાથી ઉપરથી નીચે ઉતરીને બહમાનપૂર્વક વંદન કરી, એક ક્રોડ સેના મહારે આપવા હજુરીયાને હુકમ કર્યો. પણ કંચન અને કામીનીના ત્યાગી ગુરૂદેવે તે સેના હેર ગ્રહણ કરી નહીં. મહારાજા વિક્રમાદિત્યે પણ સેના મહારે પાછી ન લીધી. પરંતુ ગુરૂદેવની આજ્ઞા અનુસાર તે સર્વ સેના મહોરો જીર્ણોદ્ધારના કાર્યમાં વાપરી દીધી. પછી પૂજ્યપાદુ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ સાહેબે અન્ય સ્થળે વિહાર કર્યો. અનુક્રમે વિચરતા વિચરતા એંકારપુર નગરમાં પધાર્યા. પૂજ્ય ગુરૂદેવના મુખેથી જિનેશ્વર ભગવાનનાં કહેલાં ત સાંભળી ઘણું ભવ્ય શ્રાવકે એ મિથ્યાત્વરૂપ ઝેરને ત્યાગ કરી અનેક શ્રાવકે શુદ્ધ ધર્મના અનુરાગી થયા. એકદા કારપુરના મુખ્ય મુખ્ય શ્રાવકેએ ગુરૂદેવને વિનંતી કરી કે, અહિં મિથ્યાત્વીઓનું બહુ જોર હેવાથી, ગામને યેગ્ય મોટું-સુંદર દેરાસર બાંધવા દેતા નથી, તે હે પૂજ્ય ગુરૂદેવ જે આ૫ મહારાજા વિક્રમાદિત્યને પ્રસન્ન કરી અમારૂં જિનાલય બાંધવા સંબંધીનું કાર્ય કરાવી આપે, તો શ્રી જૈનશાસનની પ્રભાવના થાય. ગુરૂ મહારાજે પણ કહ્યું કે તમારા ગામને રોગ્ય જેનચૈત્ય હું મહારાજા પાસેથી જરૂર કરાવી આપીશ. એમ કહીને સૂરીશ્વરજીએ અવતિ નગરી તરફ વિહાર કર્યો. અનુક્રમે વિહાર કરતાં કરતાં અવંતિમાં આ વ્યા, ત્યાં મહારાજા વિક્રમાદિત્યને પ્રસન્ન કરવા માટે અપર્વ ચાર કલોકેની રચના કરી, રાજમહેલના દ્વાર પાસે આવા દ્વારપાળને કહ્યું, કે હું મહારાજાને મલવા આવ્યે છું. પરંતુ દ્વારપાળે તેમને મહારાજા પાસે જતાં રોક્યા. તેથી પૂજય મહારાજશ્રીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com