________________
૧૮
પણ સુખપૂવક રાત્રી પસાર કરી, પ્રાત:કાળે મંત્રીઓ સમક્ષ સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યા. નવા અવંતિપતિનું અલૌકીક સામ્રશ્ય જોઈને મસ્ત્રીઓ વિગેરે પણ ચકિત થયા. અને રાજાના અજબ ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. ૭. ભટ્ટમાત્રનું રાજસભામાં આગમન
એક વખતે અવંતિપતિ રાજસભામાં બેઠા હતા, ત્યાં પ્રજાએ મલી વિનંતી કરી કે “હે મહારાજા! હવે આપ આ અવધુતને વેશ ત્યાગીને અવંતિપતિના એગ્ય અલંકારોથી વિભુષિત થાઓ. આવી રીતની પ્રજાની વિનંતીથી, વેશ બદલે કરી તૈયાર થયા,તેટલામાં દ્વારપાલની રજા મેળવી ભદ્દમાત્ર અંદર આવી ભૂપતિને નમસ્કાર કરવા લાગ્યા. અચાનક ભઠ્ઠમાત્રને આવેલ જેઈ પરસ્પર કુશળ સમાચાર પૂછયા. ભટ્ટમાત્ર બોલ્યા, કે “હે મહારાજા વિક્રમાદિત્ય! તમારા ગુણેને સંભાર આજે હું આપને મલવા આવ્યો છું. ભટ્ટમાત્રના મુખેથી એકાએક વિક્રમાદિત્યનું નામ સાંભળી મન્ત્રીઓ, આદિ પ્રજાજન આશ્ચર્ય ચક્તિ થયા પછી ભટ્ટમાત્ર વિક્રમાદિત્ય જ્યારથી અવંતિથી અવધૂતનો વેશ ધારણ કરી ગયેલ, ત્યારથી પાછા આવ્યા ત્યાં સુધી પુરેપુરે ઈતિહાસ મન્ત્રીઓ અને રાજસભા સમક્ષ કહી બતાવ્યું. મંત્રીઓ આદિ સભાજન પણ વિક્રમાદિત્યને એલખીને અત્યંત હર્ષાયમાન થયા.
જ્યારે રાજમાતા શ્રીમતીએ પોતાના ગુમ થયેલ પુત્રની વાત સાંભળી પુત્ર વાત્સલ્યથી હર્ષઘેલી થઈ તેટલામાં તરત માતૃભક્ત મહારાજા વિક્રમાદિત્ય પણુ આવીને માતાના ચરણકમલમાં નમ્યા, યતઃ કહ્યું છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com