________________
અર્થાત્ –હમેશાં જે પટ્ટરાણીનું હું ચિન્તવન કરું છું તે મારા ઉપર વિરક્ત થઈને બીજા પુરુષ-મહાવતને છે છે. જે પુરુષને તે ઈચ્છે છે તે પુરૂષ વળી બીજી સ્ત્રી–વેશ્યામાં આસક્ત છે. તે વેશ્યા મારી ઉપર આસક્ત થઈ છે. તે રાણીને, તે માવતને, કામને તથા આ વેશ્યાને અને મને ધિક્કાર થાઓ? ધિક્કાર થાઓ?”
અમાત્ય તથા મુખ્ય પૌરજનેએ ઘણું ઘણું વિનવ્યા. છતાંએ, મહારાજા ભર્તુહરી પોતાના વિરક્તભાવમાં મકમ રહીને રાજવૈભવને ત્યાગ કરી, કફની પહેરીને અરણ્યમાં એકાકી તપ કરવા ચાલ્યા ગયા.
ત્યારપછી પ્રધાનમંડળ તથા પ્રજાજનોએ મલીને વિચારણા કરી કે રાજ્યના નિકટ સંબંધીઓમાંથી કઈને ગાદીએ બેસાડવાનો નિશ્ચય કર્યો, પરંતુ રાજગાદી થોડે. વખત રાજાની વગરની શૂન્ય જોઈ અગ્નિવેતાળ નામને અસુર તેના ઉપર પરોક્ષ રીતે અધિષ્ઠિત થઈ ગયે. મન્ત્રી વર્ગે શ્રીપતિ નામના બહાદુર પુરૂષને વિધિપૂર્વક ગાદીનશીન કર્યો. પણ રાત્રીના સમયે અગ્નિવેતાળ અસુરે તેને મારી નાખ્યો. અને આ રીતે જે કઈને રાજગાદી ઉપર બેસાડવામાં આવતા તે તે (સર્વને) તે અધમ અસુર રાત્રીએ મારી નાખતે. પ્રધાન વર્ગ તથા પ્રજાએ મલીને શાન્તિ માટે વિવિધ પ્રકારના કિયા અનુષ્ઠાને કર્યા, પણ જલ તાડનવત’ બધા નિષ્ફલ નિવડ્યાં.
વાચક બધુઓ! હવે ઘડીભર અવધૂત (વિક્રમ) તરફ ડોકીયું કરી આગળ વધી એ અવધૂત વેષમાં રહેલ-વિક્રમ રાજવૈભવ અને પારું વતન છોડીને, ગામ પરગામ અને ભયંકર અરણ્યોમાં ફરતા કેટલોક સમય તેમને પસાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com