________________
રાજી રાજી થર્ને ભવિષ્યના વિચારે વિચારતે અને અવધૂ-- તની મહાન સાહસિક્તા વિગેરે સંભારતે અવતંતીના ચૌટા અને ચેકને વટાવતે રાજ્યમહેલમાં પ્રવેશ કરી સર્વ રાજ્ય અધિકારીઓને નિમંત્રી ભેગા કરી સર્વ સમક્ષ આવતી. કાલે પ્રાતઃકાળમાં નગર શણગારવાની તેમજ બીજી પણ અનેક તૈયારીઓ કરવા સૂચના આપીને અમાત્ય પોતાના નિવાસ સ્થાને ગયે. ૫. ઉજજયની રાજ્યપ્રામિ
પ્રાતઃકાળથી જ આજે ઉજજયની–અવંતીનગરીમાં કઈ અનેરી જાગૃતિ આવી છે. ચેતરફ પ્રજાજન તેમજ અધિકારીવર્ગ પોતપોતાના કાર્યોને પતાવીને દરબારગઢ તરફ જઈ રહ્યા છે. દરબારગઢ તો આજે કેઈ જુદી જ રીતે ધ્વજા પતાકા અને તેણેથી શણગારાયેલો છે, સર્વત્ર રાજમાર્ગ પણ
ગ્ય રીતે વિભૂષિત કરાયેલ છે. આમ અવંતી નગરીમાં ચારેકેર આનંદનું વાતાવરણ જામ્યું છે ત્યાં તે અવધૂત= રાજવીની સ્વારી ક્ષીપ્રા નદીથી નિકલીને અવંતીના મુખ્ય મુખ્ય ચૌટાને ચેક વટાવી અને પ્રજાજનના ભાવભીના નમસ્કાર ઝીલતા અને દીન દુઃખ્યાઓ તથા અથ જનેને દાન આપતી સ્વારી રાજ્યમહેલ પાસે આવી પહોંચી. યેગ્ય મંગળ સૂચક વિધિ કર્યા પછી રાજકચેરીમાં અવધૂત-રાજવીને પ્રવેશ કરાવી શુભમૂહર્ત વિધિ અનુષ્ઠાનપૂર્વક અવધૂતને રાજ્યસિંહાસને બેસાડી અવંતીપતિ તરીકે જાહેર કરાયે. પ્રજાએ પણ આનંદ ઉત્સવપૂર્વક અનેરીમાજ ભેગવી આખાય દીવસ પસાર કર્યો. અવધૂત રાજવીના કહેવા પ્રમાણે મન્ત્રી
ઓએ રાજમાર્ગ ઉપર સેવકે ગોઠવી, તેમજ અગ્નિવેતાળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com