Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 67
________________ આવવાના માર્ગો તેમજ રાજ્યમહેલમાં અને રાજવીના સુવાના શયનગૃહ વિગેરે સ્થાનિકોએ ગોઠવણ, કરી આખાયે રાજમહેલમાં મેવા મીઠાઈઓના વિશાળ મેટા મોટા થાલ તથા મસાલેદાર કેશરી દુધના ભરેલા કટોરાએ અને ઉત્તમ પ્રકારના ખુશબોદાર કુલે પાથરીને સર્વત્ર રાજમહેલને દીપકની શ્રેણીથી સુશોભિત કરી રાજવી–અવધૂતને પોતાના ભાગ્ય ઉપર મુકીને મત્રીવર્ગ વિગેરે સર્વ પિત પિતાને સ્થાને ચાલ્યા ગયા. રાજવી પણ આજુબાજુના સૈનિકોને સાવધાનપણે રહેવાની આજ્ઞા ફરમાવીને તલવારને સાથે રાખી શયનગૃહમાં પલંગ ઉપર સાવધાનપણે જાગૃત અવસ્થામાં સુઈ રહ્યો. બરોબર મધ્યરાત્રીના સમયે એકાએક ભયંકર ગર્જના કરી અગ્નિવેતાળ અવંતીની પ્રજાને ત્રાસિત કરતે ભયંકર રૌદ્રરૂપ ધારણ કરી રાજ્યમહેલમાં આવીને -નૂતનરાજવીને મારવા સિધે શયનગૃડમાં આવવા લાગ્યો ત્યાંતે ભૂપતિ નિર્ભય થઈ બેલ્યો “અરે! અધમ રાક્ષસ! સબુર ! ભૂપતિના નિલય ભર્યા શબ્દ સાંભળી અગ્નિવેતાળ અસુર પણ જરા ચકિત થઈ બોલ્યા “અરે માનવી ! શું તને મારે જરા પણ ભય નથી લાગતું? એ સાંભળીને ભૂપતિ બેલ્યો હે રાક્ષસ! અત્યારે બીજું કોઈ નહી પણ હું આ શયનગૃહમાં છું તે પહેલા આ તારા માટે તૈયાર રાખેલ બલિને ગ્રહણ કરી તૃપ્ત થા. પછી જે તારી ઈચછા હોય તે મારી સાથે વિગ્રહ-યુદ્ધ કરવા તૈયાર થા!” મનહર સ્વાદિષ્ટ એવા મીઠાઈઓને થાલે અને મસાલેદાર દુધના કરાઓ ક્ષણવારમાં આરાગી અગ્નિવેતાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98