________________
શાન્ત થયો “રાજવીના વીરતા ભર્યા શબ્દો સાંભળીને વિચારવા લાગ્યો કે “આ કોઈ મહાપરાક્રમી અને સત્વશાલી ધીરપુરૂષ લાગે છે. નવા રાજવીની શૂરવીરતા નિહાળીને અગ્નિવેતાળ બોલ્યા હે થર! તુરો [હું તારા ઉપર પ્રસન્ન થયે છું ] તું આ અવંતીનું સામ્રાજ્ય ભેગવ અને નીતિ માર્ગથી પ્રજાનું પાલન કર ! આ પ્રકારે હમેશાં મારા માટે બલિની ગોઠવણ કરી રાખજે. રાક્ષસને પ્રસન્ન થયેલ જોઈ ભૂપતિએ હાલતે ૩૪ એમ કહીને ટુંકામાં પતાવ્યું. સમય બહુ થઈ જતાં રાક્ષસ અદશ્ય થયા બાદ રાજા પણ નિદ્રાધીન થયો. પ્રભાતકાળે મન્ત્રીઓ તથા પ્રજાજને રાત્રી સંબંધી સર્વ વૃત્તાન્ત જાણવા આતુરતાથી રાજસભામાં આવી અવધૂત રાજવીની રાહ જોતા બેઠા હતા. તેટલામાં રાજવી પ્રાત:કાર્યથી નિવૃત થઈ રાજસભામાં પધાર્યા, મસ્ત્રીઓ તથા પ્રજાજનેના નમસ્કાર ઝીલતાં રાજસિંહાસન ઉપર બીરાજમાન થયા. મહાઅમાત્યના પૂછવાથી મહારાજાએ રાત્રીને બનેલ સર્વ વૃત્તાન્ત કહી બતા. મન્દી વર્ગ અને સમગ્ર પ્રજાજનેએ ભૂપતિને પુનર્જન્મ માની આજને આખેય દીવસ અવંતીની પ્રજાએ મહોત્સવ પૂર્વક પસાર કર્યો. ભૂપતિએ પણ બે ત્રણ દિવસ સુધી અનેક પ્રકારના મેવા મીઠાઈઓ કરી રાક્ષસ માટે બલિ રાખવા લાગ્યો રાક્ષસ પણ સ્વેચ્છાએ આવોને બલિ આરોગવા લાગ્યો. ૬. અગ્નિતાલને વશ કર્યો–
એકદા રાત્રીએ અવસર જોઈને ભૂપતિએ કહ્યું કે “હે અગ્નિવેતાળ ! આપને કેટલું જ્ઞાન છે. અને કેટલીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com