Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 61
________________ કે “નદીતીરે અલંકારથી શણગારેલ એક સ્ત્રીનું શબ પડ્યું છે, ભટ્ટમાત્રના શબ્દોની પ્રમાણિકતા જેવા સારૂં શીયાલના શબ્દ અનુસાર ત્યાં જઈને અવધૂત તથા ભટ્ટમાત્રે તપાસ કરી તે કહ્યા પ્રમાણે અલંકાર યુક્ત શબ જોઈ અવધૂત આશ્ચર્ય ચક્તિ થયો અને કહ્યું કે “મિત્ર ! તારું વચન સત્ય છે.” એના આભુષણેમાંથી એકપણ અલંકાર હું લેવા ઈચ્છતા નથી. જે તારે લેવાની ઈચ્છા હોય તે સુખેથી ગ્રહણ કર, ત્યારે ભટ્ટમાત્રે કહ્યું કે “હે મિત્ર આ ચડાલને ચગ્ય કાર્ય કરીને હું પણ અલંકાર લેવા ઈચ્છતા નથી. કેટલાક સમય ગયા પછી ફરીવાર શીયાળના શબ્દો સાંભળીને ભઠ્ઠમાત્રે કહ્યું કે “હે મિત્ર! અવંતીનું રાજ્ય તને એક મહિનામાં મલશે, એમ આ શીયાળ કહે છે. ત્યારે અવધૂત બેલ્યો કે એ કેવી રીતે સાચું થઈ શકે? કારણ કે વડીલભ્રાતા ભર્તુહરી ન્યાયપૂર્વક રાજ્યધૂરા વહન કરે છે. ત્યારે ભક્માત્રે કહ્યું કે “અરે સુહતમિત્ર ! આ વાત નિશંકપણે ચેકસ હદયમાં ધારી રાખ સમય આવ્યું સત્ય વાત તરી આવશે.” બસ ભટ્ટમાત્રના નિશ્ચયાત્મક શબ્દો હૃદયપટ પર કતરી રાખી અવધૂત માલવાની રાજધાની તરફ જવાને નિરધાર કર્યો. વાતચિત્ત કરતા બન્ને જણું એક ગામમાં જઈને રાત્રી નિર્ગમન કરી. અવધૂતે કહ્યું કે “હે મિત્ર! તારા જેવા વિદ્વાન મિત્ર પરમ ભાગ્યે જ કઈકને પ્રાપ્ત થાય છે. તે મને મુસાફરીમાં અનેક પ્રકારે મદદ કરી છે.” તે માટે જે તારું કથન સત્ય થશે તે જરૂર તેને બદલે હું તને વાલી આપીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98