________________
આવા અનેક વિચાર કરતે, ભટ્ટમાત્ર પોતાનું કામકાજ તુરત પતાવી, અવધૂત પાસે ગયા અને તેમને મલ્યા, તેમજ તેમની સાથે મેંગ્ય વાતચિત કરી મનમાં વિચારે છે કે, મને આ અવધૂતથી ઘણે લાભ થશે, તેમ વિચારી તેને પોતાના નિવાસસ્થાને લઈ ગયે, અને તેને યોગ્ય આદરસત્કાર કર્યો, તેમજ ત્યાં જ રાત્રી નિર્ગમન કરી પ્રાત:કાળે ઊઠી દ્રવ્યને. અથ ભટ્ટમાત્ર પણ અવધૂતની સાથે મુસાફરીમાં નિકળે. અનકમે ફરતાં ફરતાં બન્ને જણ રેહણાચલ પર્વતના નિકટ પ્રદેશમાં પહોંચ્યા અને એક ગામમાં જઈને ભક્માત્ર એક મનુષ્યને પૂછ્યું કે અલ્યા! ભાઈ આ રેહણગિરિ રત્ન આપે છે તે વાત શું સાચી છે! તે અપરિચિત મનુષ્ય
. હારત્ન આપે છે તે વાત ખરી પરંતુ મસ્તકે (લમણે) બે હાથ દઈને જે હા! દૈવ હા ! દેવ એમ ઉચ્ચારે તેને જ તે રત્ન આપે છે. આ પ્રમાણેની યુક્તિ જાણીને ભક્માત્રને હૃદયમાં રત્ન પ્રાપ્ત કરવાની ઉત્સુકતા થઈ અવધૂતને પણ કૌતુક જેવાની ઈચ્છા હતી તે કારણથી અને જણ રોહણાચલ તરફ જઈ ભમાત્રની પ્રેરણાથી અવૃધૂત ખાણમાં ઉતરી કુહાડાને ઘા કર્યો પરંતુ રત્ન કાંઈ પ્રાપ્ત થયે નહી. ભટ્ટમાત્રે અવધૂત પાસે “હા! દેવ' એ શબ્દો બોલાવવા માટે એક યુક્તિ શેાધીકાઢીને ગભરાઈ ગયેલાની જેમ ભમાત્ર અવધૂતને કહ્યું કે “હે વિક્રમાદિત્ય ! અવંતીથી એક મનુષ્ય આવ્યો છે અને તે કહે છે કે તારી માતા રોગથી એકાએક મરણ પામી છે.” ભટ્ટમાત્રના આ શબ્દો સાંભળી કે માતૃભક્ત વિક્રમના મુખમાંથી સહસા “હા દેવ હા દૈવ આ તેં શું કર્યું” એવા શબ્દો નિકલી પડયા. તેટલામાં જયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com