________________
અરે રે! આ અધમ અગ્નિવૈતાળના ઉપદ્રવથી તે અવંતીની આખીયે પ્રજા ત્રાહી ત્રાહી પિકારી રહી છે. સૂર્ય ઉગે અને ગામમાં સમાચાર ફરીવળે કે નવા નૃપતિ પરલોક પ્રયાણ કરી ગયા છે.”
પ્રજાએ અને પ્રધાનવ મલી એના પ્રતિકાર શોધવા સારૂ ઓછા પ્રયત્ન નથી કર્યા? છતાં હજી સુધી કોઈપણ ઈલાજ હાથ લાગ્યું નથી. વાહ! શું આ કુદરતની કરામત છે. જ્યારે મહાપ્રતાપી ભર્તૃહરીની આજ્ઞા પ્રવર્તી રહી હતી ત્યારની જાહોજલાલી અને હવે અવંતીની ગાદી આજે નધણિયાતી થઈ પડી છે. આ પ્રકારની સોચનીય સ્થિતી જોઈને અવ. તીની સમગ્ર પ્રજા શોક સાગરમાં ડુબી ગઈ છે. ૪. અવન્તિમાં અવધૂતનું આગમન
એકદા પ્રાતઃકાળે સૂર્ય પોતાના સોનેરી કિરણ પૃથ્વીતલ પર પાથરવાની તૈયારી કરી રહ્યો છે. તે સમયે પાંચ સાત કુળ વધુ ક્ષીપ્રાનદીમાંથી પાણી ભરીને આવતાં ક્ષીપ્રાનદીના તટ ઉપર એક વિશાળ વડવૃક્ષ નિચે એક અવધૂત-સંન્યાસીને આસન લગાવી બેઠેલ જે, આસપાસ ભક્તજને પણ વાતચિત કરતા બેઠા હતા. તેવામાં તે તરફ એક પણયારીનું ધ્યાન ખેંચાયું, તે જોઈને બીજી સખીને ઉદ્દેશીને તે બોલી કે “ અલી આ તરફ જે તે ખરી ! આ અવધૂત અહે! સંસારનો ત્યાગ કરીશું જે સંન્યાસી બાવ થયો હશે? એટલામાં તો ત્રીજી સખી બોલી ઉઠી કે અહા! હજી તે આની ખીલતી યુવાની છે. શું એને મા બાપ નહી હોય? આહ! સંસારના કયા દુખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com