________________
| 8 I અચિયપ્રભાવશાલિ શ્રી અવનિપાશ્વનાથાય નમે નમઃ અવન્તિપતિ મહારાજા
વિક્રમાદિત્ય.
पराक्रमवतां नृणां, पर्वतोऽपि तृणायते । ओजोविवर्जितानां तु, तृणमप्यचलायते ॥१॥
અર્થાત્ વિકમ એટલે કે પરાક્રમવાળા મનુષ્યને માટે પર્વતસમાન મોટા કાર્યો પણ તૃણસમાન હલકા થઈ જાય છે, અને પરાક્રમ વિનાના મનુષ્યને માટે તૃણ જેવા નાના કાર્યો પણ મેટા પર્વત જેવા થાય છે. એટલે કે “જ્યાં પરાક્રમ છે ત્યાં સિદ્ધિ છે ” ૧. અવન્તીનું વર્ણન–
युगादि जिनपुत्रेणा-बन्तिना वासितापुरी। अवन्तीत्यभवन्नाम्ना जिनेन्द्रालयशालिनी ॥२॥ मालवा वनितन्वङ्गी भास्वद्भाल विभूषणम् ॥ अवन्तो विद्यते वर्यापुरी स्वर्ग पुरीनिभा ॥३॥
અહા ! કેવી રમણીય આ નગરી શેલી રહી છે? નગરીની એક બાજુ ક્ષીપ્રા નામની નદી મંદ મંદ ગતિએ પરમાર્થભાવે વહી રહી છે. નગરીમાં પ્રવેશ કરવાના , રસ્તાઓ પણ સુંદર દીપી રહ્યા છે. રસ્તાઓની બંને બાજુ
આમ્રવૃક્ષ, આશપાલવ, લીબડા વિગેરે વિવિધ પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com