________________
આ સંસાર, એ દુખને દાવાનળ છે. તેઓશ્રીની સહિષ્ણુતા, ધીરજતા, ઉદારતા, કાર્યદક્ષતા, સમયજ્ઞતા આદિને પરિચય વિક્રમ સંવત ૧૯૯૦માં જેનપુરી (રાજનગર) અમદાવાદમાં - મ્મિલિત અખિલ ભારત વિષયજૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક મુનિ સંમેલનને સફળ બનાવવામાં જે કુશળતા બતાવી, તે જેનઈતિહાસના પૃષ્ઠોમાં ગૌરવપૂર્ણ અને સુવાણુશરોએ લખાશે. એ નિઃસંદેહ અને અતિશ્યોક્તિ વિનાની વાત છે.
- તેઓશ્રીના શિષ્ય-સમુદાયમાં અનેક વિદ્વાને વિદ્યમાન છે તેમાં હાલ આઠ આઠ શિષ્યરત્નો તે પૂજ્ય આચાર્ય પદવીથી વિભૂષિત છે, તથા વિદ્વાનો અને સુવ્યાખ્યાતાઓ તેમજ પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી હિન્દી ભાષામાં વિદ્વદુગ્ય ગ્રન્થ લેખનની પ્રથા સારી વિકસિત થયેલ જોઈ શકાય છે.
અત્યારે સાધુ સંસ્થામાં વ્યાખ્યાનની નવી શેરી લેવાય છે, તેની શરૂઆત કરનારા, તેમજ દીક્ષાના માર્ગને રાજમાર્ગ બનાવનારા, તીર્થોના વહીવટને વ્યવસ્થિત વહીવટની તાલિમ આપનારા, તેઓશ્રી છે. જૈન સમાજના પ્રત્યેક ધાર્મિક કાર્યમાં મુનિઓનું પ્રાધાન્ય એ એમની સર્જના છે. તીર્થના ઉદ્ધા અને વિધિપૂર્વક જિનબિઓની પ્રાણુપ્રતિષ્ઠા રાજામહારાજ અને વિદ્વાનનું જેનધર્મ તરફ આકર્ષણ વિગેરે કાયે એ તેઓશ્રીના જીવનના પરમ ધ્યેય રૂ૫ છે.
નષ્ઠિક બ્રહ્મચર્ય અપૂર્વ પાંડિત્ય–પ્રતિભા સ્પષ્ટ વકતૃત્વ વગેરે તેઓશ્રીનાં અજોડ ગુણે છે.”
આ ઉપરાકત શબ્દ એક સારા વિદ્વાન લેખક દ્વારાસૂબ્રિાહુને ટુંકો પરિચય કરાવતા એક પુસ્તકમાં તેઓ શ્રીના સંબંધમાં યથાર્થ વર્ણવેલા છે.
લી “અલ્પણ' S. N. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com