________________
૨૬ ૩ ત્યાગભાવનાથી પરંપરાએ મોક્ષ સુધી પહોંચાય છે. સૂરીશ્વરજીની યશગાથા ગાતું રહેશે અને દર્શકના હૃદય ઉપર સૂરીશ્વરજીની ધર્મભાવનાની છાપ પાડતું રહેશે,
વિ. સં. ૧૯૮૪ માં જ્યારે ગુજરાત-કાઠીયાવાડ ઉપર અતિવૃષ્ટિના કારણે રેલસંકટ ફરી વળ્યું ત્યારે અને એ કાળે મહા દુષ્કાળના કારણે ગુજરાતના પશુધન ઉપર આફત આવી પડી ત્યારે, સ્વર્ગસ્થ સૂરીશ્વરજીએ પિતાની પ્રેરણાથી મોટા ફંડે ભેગા કરાવીને અનેક જી ઉપર ઉપકાર કર્યો હતું અને એમ કરીને પોતાના અંતરમાં ધબકતી કરૂણાની અને માનવતાની ભાવનાને પરિચય જગતને આપ્યો હતો.
પિતાના એકસે ઉપરાંત શિષ્ય-પ્રશિષ્યની સ્વ. સૂરીશ્વરજી પ્રત્યે ખૂબ ભક્તિ હતી અને ગુરૂ ગૌતમની ગુરૂભક્તિ -પ્રભુભક્તિની યાદ આપતા પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયેદયસૂરીશ્વરજી તે સ્વ. સૂરીશ્વરજીને મન સર્વસ્વ રૂપ થઈ પડયા હતા. ગુરૂભક્તિના રંગથી રંગાઈને પિતાને રંગ બીલકુલ વિસરી જવું અને ગુરૂના ચરણમાં આવું આત્મવિલેપન કરવું, એ ભારે મુશ્કેલ કાર્ય છે.
વિ. સં. ૨૦૦૪નું ચાતુર્માસ અમદાવાદ–સાબરમતીમાં કરીને સ્વ. સૂરીશ્વરજીએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ આદર્યું. તેઓના દીલમાં વળા, મહુવા અને કદમગીરીના અધુરા કાર્યો પૂરા કરવાની તાલાવેલી લાગી હતી. એ તાલાવેલીના પ્રેર્યા, સંપૂર્ણ આરામ અને વિશ્રાંતિના અધિકારી બન્યા છતાં, સૂરીશ્વરજીએ આરામને અળગે કર્યો. જેના હૈયામાં અને રોમરોમમાં પ્રભુભક્તિના ધબકારા ગાજતા હોય, તેને વળી આરામ અને વિશ્રામ કે? આજ પ્રભુભક્તિના નાદમાં બરાબર સત્તોતેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com