________________
માનવજીવન, એ ધર્મની અમલય મોસમ છે. સુરિસમ્રાટ સંક્ષેપ જીવનપ્રભા”
આલેખનાર-અપજ્ઞ” જે રમણીય સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં પ્રાચીન કાળમાં અને વર્તમાનકાળમાં અનેક મહાપુરુષ અને જાવડશાહ આદિ ઉત્તમ પુરુષના જન્મ થયા છે.
જે ભૂમિ કાઠિયાવાડની કાશિમર તરીકેની પ્રસિદ્ધિને વરી છે, અને ભાવનગર રાજ્યમાં હાલ પણ એક સમૃદ્ધિપૂર્ણ મહુવા નગરી લેખાય છે.
- જ્યાં અતિપ્રાચીન કાળથી જીવતસ્વામીજી (મહાવીર સ્વામીજી)નું ગગનચુંબી (ગગનથી વાત કરતું) પ્રાચીન ભવ્ય જિનમન્દિર શેભાયમાન છે.
જેના ઘુમટમાં શ્રી તીર્થંકર પ્રભુના પંચકલ્યાણકની બારોક અને સુંદર કારીગરી જોઇને પ્રેક્ષકને ઘડીભર વિચારમાં નાખી દે તેવું વિશાળ ચાર માળનું મનોહર નૂતન જિનગુરુમંદિર, અને ત્રીજું ૧૦૮ કલશથી યુક્ત સામરણવા બે માળનું સુંદર જિનમન્દિર જેમાં એકાણું ઈચના
શ્યામ કસોટી પાષાણુના અદભૂત પ્રતિમાજી ભગવાન બિરાજિત છે તથા ચોથો મન્દિર, જેમાં ૧૮ ફૂટ (૨૧૬ ઇંચ) ઉંચા શ્રી અદભદજી દાદા બિરાજમાન છે. ઉપરોક્ત ચારે સુરમ્ય મંદિરોથી હાલ પણ મહુવા સુશોભીત છે.
* આ જીવનપ્રભામાં મુખ્ય મુખ્ય ઘણુ એવા મુદ્દાઓ રહી જવા પામ્યા છે કે જેને ઉલ્લેખ માત્ર પણ આમાં કરાયા નથી. કેમકે લેખકે સંક્ષેપથી જ આ જીવનપ્રભા લખી હોવાથી વાય દરગુજર કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com