________________
ઈમૌ ઢૌ – અહીં દ્વિત્યાવચ્છેદેન દ્વિત્વની પર્યાપ્તિ રહેલી છે. અયં એકો વહ્નિઃ અહીં ઇદન્ત્યાવચ્છેદન હિત્વની પર્યાપ્તિ છે અયં દ્વિત્વવાન્ - અહીં ઇદન્ત્યાવચ્છેદેન દ્વિત્વનો સમવાય રહેલો છે. जागदीशी : अन्यथा द्वौ द्वित्ववानिति प्रतीत्योरविशेषप्रसङ्गादिति भावः ।
જો પર્યાપ્તિ ને સમવાયરૂપ જ માનીએ તો તો ૌ (દ્વિત્વાવચ્છેદેન) અને દ્વિત્વવાન્ (એકત્વાવચ્છેદેન) એ ભિન્ન પ્રતીતિમાં કોઈ ભેદ નહિ રહે. કેમકે બેય સ્થળે દ્વિત્વ તો વૃત્તિ છે જ. અહીં એક વાતનો ખ્યાલ રાખવો કે ‘અયં વહ્નિ' માં પણ વહ્નિત્વની એકત્વાવચ્છેદેન પર્યાપ્તિ રહેલી છે. પણ તે સ્વાતંત્ર્યણ રહેલી છે.
જ્યારે ‘ઇમૌ ઢૌ ઘૌ' સ્થળે પ્રત્યેક ઘટમાં પણ દ્વિત્વાવચ્છેદન દ્વિત્વની પર્યાપ્તિ તો છે. પણ તે સ્વાતંત્ર્યણ નથી. અર્થાત્ પ્રત્યેકમાં રહીને દ્વિત્વની પર્યાપ્તિ સમુદાયમાં રહી જાય છે. જો સ્વાતંત્ર્યણ જ તે દ્વિત્વ પર્યાપ્તિ રહેતી હોત તો તો બેમાંના એક ઘટમાં પણ ‘દ્રૌ ઘૌ’ એવું કહેવાત.
जागदीशी : न चायमेक इत्यादिप्रतीतेः समवायेनैवोपपत्तौ एकत्ववह्नित्वादेः पर्याप्तिसम्बन्धसत्त्वे मानाभावात्ताद्रूप्येण साध्यतायां व्यभिचारिणि अतिव्याप्तिरिति वाच्यम् ।
પૂર્વપક્ષ - અયં એકો વહ્નિઃ' એ પ્રતીતિ તો સમવાયેન તેમાં એકત્વ-વહ્નિત્વ માની લેવાથી જ ઉપપન્ન થઈ જાય છે. છતાંય તમે તો વહ્નિત્વની પણ સ્વાતંત્ર્યણ પર્યાપ્તિ કહો છો એટલે તો હવે ધૂમવાન્, વર્તે: માં અતિવ્યાપ્તિ આવે. કેમકે ધૂમાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ એ સ્વસમાનવૃતિક પ્રતિયોગિતાવચ્છેદક જ નથી બનતું કેમકે ધૂમત્વની પર્યાપ્તિનો અવચ્છેદક ધર્મ, તદવચ્છેદેન પર્યાપ્તિ લેવાની છે. પણ અહીં ધૂમત્વની પર્યાપ્તિ જ પહેલાં નથી એટલે હવે ધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક ન બનતાં અતિવ્યાપ્તિ આવે. (આ મત ધૂમત્વાદિની પર્યાપ્તિ માનતો જ નથી અને પછી દોષ આપે છે.)
जागदीशी : इदन्त्वावच्छिन्ने एव वह्नित्वमेकत्वं च पर्याप्तं न तु द्वित्वमित्याद्यनुभवादेव तदभ्युपगमादिति भावः । [ न वह्नित्वपर्याप्त्यधिकरणपर्याप्तिवृत्तिकमिति । न वह्नित्वप्रतियोगिकपर्याप्त्यनुयोगितावच्छेदकधर्मावच्छिन्नपर्याप्तिप्रतियोगिरूप
અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૩૧