________________
તાદશપ્રતીતિને ભ્રમ તરીકે સિદ્ધ કરીએ છીએ.
નવ્યો : વાહ ! તો તો હવે ઘટશૂન્ય દેશમાં પણ કમ્બુગ્રીવાદિમત્પ્રતિયોગિતાકાભાવપ્રકારકજ્ઞાન છે એટલે ત્યાં જે “કમ્બુગ્રીવાદિમન્નાસ્તિ” એવી પ્રમા થાય છે તે પણ હવે ભ્રમરૂપ રહેશે.
આમ અહીંની પ્રતિતિને પ્રમાત્મક કહેવા માટે તત્પ્રકા૨કશાનને તમે ભ્રમ કહી શકતા નથી. પણ તદભાવવદ્વિશેષ્યક્તત્પ્રકારકજ્ઞાનને જ ભ્રમ કહેવો જોઈએ. અને તેમ થતાં ઘટવંત ભૂતલે ‘કમ્બુગ્રીવાદિમન્નાસ્તિ’ બુદ્ધિ ભ્રમરૂપ હોવા છતાં પ્રમાત્મક બનવાની આપત્તિ આવે છે કારણ કે તમારી માન્યતા મુજબ તો કમ્બુગ્રીવાદિમદ્અભાવવત્ જ ભૂતલ (વિશેષ્ય) છે. તેને દૂર કરવા ગુરૂધર્મને અવચ્છેદક માનવો
જોઈએ.
जगदीशी : धूमो न वह्निव्याप्य इत्यादेर्वह्निव्याप्त्यभावकूटार्थकत्ववत् कम्बुग्रीवादिमान्नास्तीत्यादावपि कम्बुग्रीवादिमत्प्रतियोगिकाभावकूटबोधकत्वादेव तादृशशब्दस्याप्रामाण्याद्युपपत्तिः, अन्यथा धूमालोकसाधारणानुगतव्याप्तेरभावादालोकगर्भव्याप्तित्वावच्छिन्नाभावस्य धूमे सत्त्वात्तमादाय धूमो न वह्निव्याप्य इति वाक्यस्य प्रामाण्यापत्तेः ।
પ્રાચીન : ધૂમો ન વહ્નિવ્યાપ્યઃ' એ પ્રતીતિ ભ્રમાત્મક છે પણ વહ્રિનિરૂપિત આલોકનિષ્ઠવ્યાપ્યભાવવત્ ધૂમ છે જ માટે તે વહિવ્યાપ્ય નથી જ. આ રીતે તો આ પ્રતીતિ પ્રમા બની જવાની આપત્તિ આવે. એને દૂર કરવા કહેવું જ જોઈએ કે વહ્રિનિરૂપિત વ્યાપ્યભાવ ફૂટવત્ ધૂમ બને તોજ આ પ્રતીતિ પ્રમા કહેવાય. હવે ધૂમમાં વહ્રિનિરૂપિત વ્યાપ્તિ તો છે જ એટલે તે વ્યાપ્યભાવ ફૂટવત્ નથી. છતાં આ પ્રતીતિ થાય છે તે ભ્રમરૂપ સિદ્ધ થઈ જાય. અર્થાત્ વહ્રિનિરૂપિત વ્યાપ્ત્યભાવાભાવવદ્વિશેષ્યક વહ્રિનિરૂપિતવ્યાપ્ત્યભાવ કૂટ પ્રકારક જ્ઞાન થવાથી તે ભ્રમ બન્યું. અર્થાત્ વ્યાપ્ત્યભાવાભાવવાળા ધૂમમાં વ્યાપ્ત્યભાવકૂટનું જ્ઞાન થયું તેથી તે પ્રતીતિ ભ્રમ કહેવાય.
એજ રીતે એક ઘટવત્ દેશમાં કમ્બુગ્રીવાદિમત્પ્રતિયોગિતાકાભાવકૂટવનું જ્ઞાન થઈ ગયું તેજ ભ્રમ કહેવાય. અર્થાત્ કમ્બુગ્રીવાદિમત્પ્રતિયોગિતાકાભાવકૂટાભાવવત્ વિશેષ્યક કમ્બુગ્રીવાદિમત્પ્રતિયોગિતાકાભાવ ફૂટ પ્રકારક જ્ઞાન થયું માટે તે ભ્રમ તરીકે સિદ્ધ થઈ ગયું.
અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૨૬