________________
जागदीशी : त्वन्मते च कम्बुग्रीवादिमत्प्रतियोगिकाऽभावशून्यताया घटवत्यभावात् तादृशप्रतीतेर्न भ्रमत्वमिति तादृशशब्दोऽप्यप्रमाणं न स्यादित्यर्थः ।
હવે ત્વન્મતે (પ્રાચીન મતે) તો ત્યાં કમ્પ્યુગ્રીવાદિમદભાવાભાવ નથી તો ત્યાં કમ્બુગ્રીવાદિમદભાવનું જ્ઞાન એ ભ્રમ નહિ બને કેમકે ભ્રમનું લક્ષણ તદભાવતિ તત્પ્રકારક જ્ઞાન અહીં ઘટતું નથી. આમ ઘટવતિભૂતલે કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ પ્રતીતિ ભ્રમાત્મક નહિ બનવાની આપત્તિ આવશે.
जगदीशी : ननु भ्रमत्वस्य प्रकारभेदेन भिन्नत्वात्सर्वत्र तदभाववद्विशेष्यकत्वं न भ्रमत्वघटकम् समवायेन गगनादिभ्रमे तन्निवेशवैयर्थ्यात् ।
પ્રાચીન : ભ્રમ પણ પ્રકારભેદથી ભિન્ન ભિન્ન હોય છે. ઘટમાં પટત્વાભાવવદ્વિશેષ્યક પટત્વપ્રકારક ભ્રમ છે, તો મઠમાં ઘટત્વાભાવવદ્વિશેષ્યક ઘટત્વપ્રકારક ભ્રમ છે. આમ ભ્રમ પ્રકાર ભેદથી ભિન્ન બને છે. એટલે સર્વત્ર તદભાવવદ્વિશેષ્યક તત્પ્રકારક જ્ઞાન બધે જ ભ્રમ ન બને. અર્થાત્ કવિચત્ તત્પ્રકારકજ્ઞાન એ જ ભ્રમ બને. જેમ સમવાયેન ભૂતલ ઉપર ગગનનો ભ્રમ થાય તો સમવાયેન ગગનાભાવવભૂતલમાં ગગનવર્ભૂતલનો ભ્રમ થયો કહેવાય. અર્થાત્ ગગનાભાવવદ્વિશેષ્યક ગગનપ્રકારક જ્ઞાન ભ્રમ બન્યું. પણ અહીં ‘ગગનાભાવવદ્વિશેષ્યક' નિવેશ વ્યર્થ છે, કેમકે તત્પ્રકારકજ્ઞાન = સમવાયેન ગગનપ્રકારક જ્ઞાન ગમે ત્યાં થાય તે ભ્રમ જ કહેવાય કેમકે સમવાયેન ગગનાભાવ સર્વત્ર છે.
दीधिति : प्रमाणं च घटसामान्यशून्ये ।
जागदीशी : तथा च तत्रैव प्रकृतेऽपि कम्बुग्रीवादिमत्प्रतियोगिकाभावप्रकारतामात्रेण तादृशान्वयबोधो भ्रमो भविष्यतीत्याह प्रमाणञ्चेति । तथा च तत्रापि कम्बुग्रीवादिमान्नास्तीति शब्दः प्रमाणं न स्यादित्यकामेनाऽपि प्रकृते भ्रमत्वं . तदभाववद्विशेष्यकत्वघटितं वाच्यमिति भावः ।
આજ રીતે પ્રસ્તુતમાં પણ તત્પ્રકારક જ્ઞાનને અમે ભ્રમ કહીશું. કમ્બુગ્રીવાદિમત્પ્રતિયોગિતાકઅભાવપ્રકારક જ્ઞાન એજ ભ્રમ કહેવાય. એક ઘટ જ્યાં છે ત્યાં કમ્પ્યુગ્રીવાદિમત્પ્રતિયોગિતાકઅભાવપ્રકારક જ્ઞાન થાય તો તે ભ્રમ બની
અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૨૪