________________
અયોગોલકાવૃત્તિ (પર્વતીયધૂમ) દ્રવ્યાભાવ લઈશું. પ્રતિયોગિતાવચ્છેદક અયોગોલકાવૃત્તિદ્રવ્યત્વ. અયોગોલકાવૃત્તિદ્રવ્યત્વાવચ્છિન્નાભાવવત્ અયોગોલક બને.
એમાં ધૂમત્વવિશિષ્ટમ અસમ્બદ્ધ છે જ. એટલે ધૂમત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બન્યો, તેજ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન રહી.
दीधिति : न हि उत्पत्तिकालावच्छेदेनाऽपि महानसादौ किञ्चित्संयोगेन . वर्तते, येन वह्निमदयोगोलकनिष्ठात्यन्ताभावप्रतियोगितावच्छेदका - योगोलकाऽवृत्तिद्रव्यत्वाद्यवच्छिन्नाभाववदवृत्तित्वं धूमत्वविशिष्टस्य
सम्भाव्येत ।
ઉત્તરપક્ષ : મહાનસમાં પણ ઉત્પત્તિકાલાવચ્છેદેન અયોગોલકાવૃત્તિ દ્રવ્યત્યાવચ્છિન્નાભાવ મળી જાય. એમાં (મહાનસમાં) ધૂમત્વવિશિષ્ટધૂમ અસમ્બદ્ધ નથી. ઘટત્વવિશિષ્ટ ઘટ અસમ્બદ્ધ છે માટે પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ બને. તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ. હવે જો અહીં પ્રતિયોગીવ્યધિક૨ણ નિવેશ હોય તો અયોગોલકાવૃત્તિ દ્રવ્યત્વાવચ્છિશાભાવવત્ મહાનસ પકડાય નહિ કેમકે તે ધૂમપ્રતિયોગિનું અધિકરણ છે. તેવું અયોગોલક જ પકડાય. ત્યાં ધૂમત્વવિશિષ્ટ ધૂમ અસમ્બદ્ધ છે. ધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક બની જાય. તેજ સાધ્યતાવચ્છેદક બનવાથી અતિવ્યાપ્તિ ન રહે. (અહીં અયોગોલકાવૃત્તિ દ્રવ્ય કોઈપણ સંયોગથી ઉત્પત્તિકાલાવચ્છેદેન મહાનસમાં રહેતું નથી એટલે તમે તમારી રીતે અયોગોલકને જ અધિકરણ પકડીને અતિવ્યાપ્તિ દૂર કરવાનું કાર્ય કરી શકતા નથી.)
जागदीशी : इत्थञ्चावच्छेदकत्वनिरुक्तौ प्रतियोमिवैयधिकरण्यप्रवेशे मूलोक्तहेतु- समानाधिकरणाभावेऽपि तदावश्यकम्, अन्यथा हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकी'भूतसंयोगत्वाद्यवच्छिन्नाभावस्य प्रतियोगिवैयधिकरण्यावच्छिन्नस्याधिकरणे गुणादौ संयोगत्वादिविशिष्टस्याऽवृत्तेः संयोगी द्रव्यत्वादित्यादावव्याप्तिरिति भावः ।
આ રીતે ઇદમીય પ્રથમનિરૂક્તિમાં પ્રતિયોગી વ્યધિકરણ પદની આવશ્યકતા સિદ્ધાન્તીએ સિદ્ધ કરી. હવે કહે છે કે મૌલીય પ્રતિયોગી વૈયધિકરણ્ય નિવેશ પણ આવશ્યક છે. જો ત્યાં પ્રતિયોગી વૈયકિરણ્ય નિવેશ ન કરીએ તો સંયોગી, દ્રવ્યત્વાત્ માં અવ્યાપ્તિ આવે. જે આ રીતે :
અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૦૬