________________
માટે તૃતિયા નિરૂક્તિમાં અહીં પણ પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ આવશ્યક છે. પર્વતમાં પ્રતિયોગી વ્યધિકરણ ધૂમાભાવ ન મળે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક તરીકે ધૂમત્વ મળી જાય. તદવચ્છેદ્યત્વ પ્રતિયોગિતામાં છે જ. ઉભય રહી જતા અતિવ્યાપ્તિ ન રહી.
આમ બીજી ત્રીજી નિરૂક્તિમાં પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ બરોબર છે. પણ પ્રથમ નિરૂક્તિમાં તનિવેશે કોઈ આપત્તિ નથી માટે ત્યાં તેનો નિવેશ વિફલ છે. જુઓ, મૂલમાં પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ વ્યર્થ કેમ છે ?
दीधिति : न च मौलमिदमीयं च प्रतियोगिवैयधिकरण्यमनुपादेयम्, संयोगत्वाद्यवच्छिन्नाभाववति संयोगत्वादिविशिष्टस्य वृत्तेः, गुणादिनिष्ठाभावप्रतियोगितावच्छेदकद्रव्यत्वत्व- द्रव्यमात्रसमवेतत्वाद्यवच्छिन्नाऽभाववति चाऽवृत्तेरव्याप्त्यतिव्याप्त्योरनवकाशादिति वाच्यम् ।
जगदीशी : संयोगी द्रव्यत्वादित्यादावव्याप्तिवारणं मौलस्य फलमन्यथोपपादयति संयोगत्वावच्छिन्नेति । वृत्तेरिति । अव्याप्त्यनवकाशादित्यग्रेऽन्वयः । संयोगी सत्त्वादित्यादावतिव्याप्तिवारणमिदमीयस्य फलमन्यथा कुरुते गुणादीति । द्रव्यत्वत्वं द्रव्यान्यासमवेतत्वविशिष्टसकलद्रव्यसमवेतत्वम्, तच्च न समवायसम्बन्धेनाभावस्य प्रतियोगितावच्छेदकम्, लाघवेन द्रव्यान्यासमवेतत्वस्यैव तत्त्वादित्यतस्तथैवाह द्रव्यमात्रेति ।
द्रव्यान्यासमवेतत्वमित्यर्थः । अवृत्तेरिति । अतिव्याप्त्यनवकाशादिति योजना । પ્રથમ નિરૂક્તિ તદવચ્છિશપ્રતિયોગિતૢકાભાવવદસમ્બદ્ધસ્વવિશિષ્ટ
સામાન્યકત્વ
મૂલોક્તલક્ષણઘટક અભાવ પ્રતિયોગીવ્યધિક૨ણ ન લેતા છતાં પણ સંયોગી, દ્રવ્યાત્ માં અવ્યાપ્તિ નથી. જુઓ,
સંયોગી, દ્રવ્યાત્ - સદ્વેતુકસ્થળ.
દ્રવ્યત્વાધિકરણ દ્રવ્યમાં સંયોગાભાવ (પ્રતિયોગી સમાનાધિકરણ)
પ્રતિયોગિતાવચ્છેદક સંયોગત્વ.
સંયોગત્વાવચ્છિન્નાભાવવત્ દ્રવ્યમાં યુદ્ધર્મ સંયોગત્વવિશિષ્ટસંયોગ સામાન્ય અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૦૪